આરોગ્યલક્ષી સેવાના માપદંડમાં જિલ્લાને વધુ એક ગૌરવ સાંપડ્યું
ખંભાળિયા તાલુકાની કેશોદ ગ્રામ પંચાયત કે જેણે ગામની સુંદર કામગીરી બદલ અગાઉ પણ એવોર્ડ મેળવ્યા છે, ત્યારે અહીં આરોગ્યલક્ષી માપદંડોમાં આ ગ્રામ પંચાયતને રાષ્ટ્ર કક્ષાનો વધુ એક એન. ક્યુ.એ.એસ. એવોર્ડ પ્રાપ્ત થયો છે.
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ માટે રાષ્ટ્રીય પ્રોગ્રામના સુપરવિઝન સાથે દિલ્હીના અધિકારીઓ દ્વારા સમગ્ર કેન્દ્રનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. તેમાં ઉત્તમ ગુણવત્તા સાથેની આરોગ્યલક્ષી માપદંડોના સમગ્ર ગુજરાત રાજ્યમાં છ કેન્દ્રમાં પણ સૌથી વધારે સુવિધા પ્રાપ્ત કેન્દ્ર વચ્ચે આ છ કેન્દ્રમાં પણ સૌથી વધારે 92.81 ટકા માર્કસ સાથે કેશોદનું કેન્દ્ર રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યું હતું. આ સાથે રાજ્યકક્ષા બાદ નેશનલ લેવલે પણ કેશોદ ગ્રામ પંચાયતના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ખાસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જેથી આગામી દિવસોમાં આ કેન્દ્રને વધારાની નાણાકીય જોગવાઈ પણ પ્રાપ્ત થશે.
આ માટે સરકારના માપદંડો તેમજ ક્વોલિટીનું અનુકરણ કરતું આ કેન્દ્ર ખંભાળિયા સાથે સમગ્ર જિલ્લા માટે ગૌરવનું કેન્દ્ર બન્યું છે. જિલ્લાના પ્રથમ નંબરના આયુષ્યમાન આરોગ્ય મંદિર આ કેશોદ ગામ બન્યું છે. જે માટે ગામના મહિલા સરપંચ રંજનબેન કશ્યપભાઈ આહીર તેમજ આરોગ્યની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત અનુકરણીય બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ ગામે ચાર-ચાર વખત રાષ્ટ્ર કક્ષાના એવોર્ડ મેળવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech