જેતપુરની ભાગોળે આવેલું કેરાળેશ્વર મહાદેવ મંદિર વર્ષેા જૂનો ઇતિહાસ ધરાવે છે. કેળના વનમાં સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ થતાં મહાભારતનો પણ એક અદ્રત ઇતિહાસ આલેખાયેલો છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ જગ્યા પર પગલાં પાડા હતાં.
લોકવાયકા મુજબ સાતેક હજાર વર્ષ પહેલાં અહીં કમળનું સુંદર ઉપવન હતું. આ ઉપવનમાં જ શિવલિંગ સ્વયંભૂ પ્રગટતા આ સ્થળનું નામ કમલેશ્વર મહાદેવ પડુ.ં કહેવાય છે એ સમયે કોઈ કુદરતી વિપત્તિ આવતા સુંદર કમળોથી સુશોભિત આ શિવલિંગ આપોઆપ ધરતીમાં સમાઈ ગયુ હતું. વખત જતાં, વર્ષેાના વહાણા વીતી ગયા બાદ આજથી સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વે આ જ જગ્યાએ એ શિવલિંગ ફરી પ્રગટયું. ત્યારે અહીં કમળના ઉપવનની બદલે કેળનું વન વિસ્તરી ગયું હતું. કેળના વન વચ્ચે જ શિવલિંગ ઉદ્રવતા તે હવે કેરાળેશ્વર તરીકે જ ઓળખાવા લાગ્યું હતું. એ સમયે ઋપિમુનિઓ દિવસભર ભોળાનાથની ઉપાસના કરતા. શિવલિંગ સમક્ષ ધ્યાનમાં બેસતા.
કાળક્રમે ફરી કોઇ કુદરતી આપત્તિ આવતાં શિવલિંગ આ સ્થળેથી આપોઆપ ખસી અને આઠેક કિલોમીટર દૂર ચાલ્યું ગયું હતું અને આ જગ્યાએ કેરાળી ગામ વસ્યું. આજે સાડા ત્રણ હજાર વર્ષ પછી પણ આ સ્થળ કેરાળેશ્વર તરીકે જ પ્રસિદ્ધ છે. એક લોકવાયકા એવી પણ છે કે વર્ષેા પૂર્વે આ શિવલિંગનું કદ નાનું હતું. દર ચોખાના દાણા જેવું વધતું શિવલીંગ મોટું બની ગયું છે.કહેવાય છે કે ૭૦૦ વર્ષ પૂર્વે આ મંદિરના પટાંગણમાં કેરાળી ગામના વધાસિયા પરિવારની રૈયા નામની યુવતીએ જીવતા સમાધિ લીધી હોવાથી તેની એક દેરી પણ બનાવવામાં આવી છે. આ જ સ્થળે ૩૫૫ વર્ષ પૂર્વે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે હળવદના દલાબાપા જાની નામના બ્રાહ્મણ વિદ્રાને કમળપૂજા કરેલી તેનું સ્થાનક પણ અહીં બનાવાયું છે. ૧૯૩૦માં કેરાળેશ્વર મહાદેવના પરમ ભકત એવા અમરનગર સ્ટેટના રાજવી મૂળુવાળા હસ્તક હોવાથી તેમણે દસ હજારના ખર્ચે મંદિરનો જિર્ણેાદ્ધાર કરવામાં આવ્યો હતો.
સોએક એકરમાં ફેલાયેલી આ જગ્યા પુષ્કળ વૃક્ષોથી ઘેરાયેલી હોવાથી અને ભાદર નદીના કાંઠે જ આવેલ હોવાથી અહીં સુંદર રળિયામણું વાતાવરણ જોવા મળે છે. અહીં લગભગ ૧૫૦ જેટલા મોર છે. આ જગ્યાની ગૌશાળામાં ૮૦ જેટલી ગાય–ભેંસનો પણ નિભાવ થઇ રહ્યો છે. આ અતિ પ્રાચીન જગ્યાની અનેક સંતો–મહંતોએ પણ મુલાકાત લઈને અહીં પૂજા–અર્ચના યજ્ઞ કરેલ છે. ડોંગરેજી મહારાજ, જગતગુ શંકરાચાર્ય, કથાકાર મોરારિબાપુ સહિતના સંતોએ અહીં મહાદેવની પૂજા કરી છે.
શ્રાવણ માસમાં મંદિરના મહતં નિર્મળભારથી બાપુ દ્રારા મંદિરને વિશેષ શણગાર કરવામાં આવે છે દરરોજ પુજા હોમ હવન થાય છે. અને શિવલીંગને ભાવિકો દ્રારા શણગાર કરવામાં આવે છે. આખો શ્રાવણ માસ ભાવિકો અહીં પૂજા અર્ચના કરી પુણ્યનું ભાથું બાંધે છે. શ્રાવણના સોમવારે તો અહીં ભાવિકોનો રીતસરનો મેળો ભરાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech