ભૂલ ભુલૈયા 3નું પહેલું પોસ્ટર આવ્યું સામે આવ્યું
કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ની દર્શકો નિરાંતે રાહ જોઈ રહ્યા છે. કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 2 સુપરહિટ સાબિત થઈ હતી. આ પછી, ભૂલ ભૂલૈયા 3 ને લઈને પણ ઘણી ચર્ચા છે. કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના નવા પોસ્ટરની ઝલક શેર કરી છે.
કાર્તિક આર્યન એ તેની બહુપ્રતીક્ષિત ફિલ્મ ભૂલ ભુલૈયા 3 નું પહેલું પોસ્ટર શેર કર્યું છે. આ જોયા પછી, ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન એ લગભગ 13 વર્ષની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે અને હવે તેમની ગણતરી હિન્દી સિનેમાના ટોચના સ્ટાર્સમાં થાય છે. કાર્તિક આર્યનએ પોતાના અભિનય અને લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.કાર્તિક આર્યન છેલ્લે ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી પરંતુ કાર્તિક આર્યનનું કામ અને તેની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી હતી. હવે કાર્તિકના ફેન્સ તેની આગામી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા કાર્તિકે ફિલ્મનું પહેલું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
તેણે ઈન્સ્ટાગ્રામ પર જે પોસ્ટર શેર કર્યું છે તેમાં એક મોટો દરવાજો દેખાઈ રહ્યો છે અને તે લોક છે. અભિનેતાએ આ સાથે એક ફની કેપ્શન પણ આપ્યું છે. કાર્તિકે પોસ્ટ સાથે લખ્યું છે, 'આ દિવાળીએ દરવાજો ખુલશે, ભૂલ ભૂલૈયા 3.'
કાર્તિકની આ પોસ્ટ પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 આ દિવાળી પર ધૂમ મચાવશે. બોક્સ ઓફિસ પર તેની ટક્કર અજય દેવગનની 'સિંઘમ અગેન' સાથે થશે. ફિલ્મમાં કાર્તિકની સાથે તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન પણ મહત્વની ભૂમિકામાં છે. તેનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech