કારડીયા રાજપુત યુવા સંઘ, ભાવનગર દ્વારા મેઘાણી હોલ ખાતે સમાજના તેજસ્વી તારલાઓ અને રક્તદાતાઓ માટેના સન્માન સમારોહનું આયોજન થયેલ, જેમાં ધોરણ ૯ થી કોલેજ સુધીના વિતેલા શૈક્ષણિક વર્ષની ૮૫૦ વિદ્યાર્થીઓએ નામાંકન કરાવેલ, તે વિદ્યાર્થીઓ અને રક્તદાન સમારોહમાં નોંધાયેલ ૧૫ રક્તદાતા ગ્રુપો તેમજ વર્ગ ૧-૨ માં સિદ્ધિ પામેલ સમાજના તેજસ્વી રત્નોને સન્માનવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, સુરતના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર, રાજ્ય વેરા અધિકારી ચિરાગસિંહ ચાવડા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભગીરથસિંહ જાળીયા, કારડીયા રાજપુત વિકાસ મંડળના પ્રમુખ નારણભાઈ મોરી તેમજ તાલુકા અને શહેરના વિવિધ સંગઠનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત સમાજના ૧૫૦૦ કરતા વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવેલ, ત્યાર બાદ કારડીયા રાજપૂત યુવા સંઘના ખજાનચી મહેન્દ્રસિંહ ચાવડાએ સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતાં. વર્ગ એક અને બેમાં સિદ્ધિ મેળવનાર ભગીરથસિંહ જાળીયા તેમજ ચિરાગસીંહ ચાવડાએ પોતાની સંઘર્ષમય સફર વિશે વાત કરી ને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપસ્થિત બન્ને શિક્ષણ અધિકારીએ બદલાતા સમયમાં નવી શિક્ષણ પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. મેડિકલમાં એડમીશન મળી શકે એવા પંદર અને એન્જિનિયરિંગમાં જઈ શકે એવા દસ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ધોરણ ૧૦ માં પ્રથમસિંહ રાયસિંહ ચુડાસમા તેમજ પરમાર ભૂમિબા નારસિંહ બન્ને વિદ્યાર્થીઓ ૯૭.૮૩ ટકા મેળવીને જિલ્લાના બેસ્ટ સ્ટુડન્ટ જાહેર થયા હતા. કાર્યક્રમના અધ્યક્ષ કિરીટસિંહ ડાભીએ વિદ્યાર્થીઓને નિર્ભીક રીતે શિક્ષણ મેળવીને સમાજનું નામ રોશન કરવા તેમજ નોકરી મેળવવા નહિ પણ આપી શકાય એવા શિક્ષિત થવા હાકલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કારડીયા રાજપૂત યુવા સંઘના પ્રમુખ અભય ચૌહાણ અને તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech