પોરબંદરના જાણીતા કરાટેવીરની સ્મૃતિમાં કરાટે સ્પર્ધાનું આયોજન થતાં ૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
તાજેતરમાં એકસ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી તેમજ પોરબંદર નિહોન શુબુકાઇ શિટોર્યું દ્વારા નિહોન શુબુકાઈ શિટોર્યું ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સિહાન વિજય ભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ કરાટેડો એસોસિએશન પોરબંદરના સહયોગથી સ્વર્ગસ્થ સેનસાઇ જયેશ ખેતરપાળની સ્મૃતિમાં જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન જી.એમ.સી.સ્કુલ ખાતે કરવામાં આવ્યુ હતુ,જેમાં ૨૦૦ થી વધારે સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,કરાટે એ જાપાનીઝ માર્શલ આર્ટ્સ સમગ્ર વિશ્વમાં ખુબ જ લોકપ્રિય છે,ત્યારે પોરબંદરમાં પણ છેલ્લા ૨૪ વર્ષથી કરાટે વિદ્યાના પ્રચાર-પ્રસારમાં સંલગ્ન કેતન કોટિયા ફિફ્થ ડાન બ્લેક બેલ્ટ પ્રેસિડેન્ટ કરાટે ડો એસોસિએશન દ્વારા હજારો વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવેલ છે.વિદ્યાર્થીઓની કરાટે સ્કીલ બહાર લાવવા સ્પર્ધાઓનું ખુબ જ મહત્વ છે સ્પર્ધાઓ થાય ત્યારે જ વિદ્યાર્થીઓને પોતાની સાચી ક્ષમતાનો ખયાલ આવે છે ત્યારે આ જિલ્લાકક્ષાની નિહોંન શુબુકાઈ કરાટે ચેમ્પિયનશિપ ખુબ જ સફળ રહી હતી.કરાટે યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા નગર સેવા સદનના એક્ટિવ પ્રેસિડેન્ટ ડો. ચેતનાબેન તિવારી,ઇન્ડિયન કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સંદીપ સેડાવત ,ઇન્ડિયન નેવીના રોશનકુમાર સીંઘ,જિલ્લા રમત અધિકારી ડો.પ્રવિણા પાંડાવદરા, નિહોંન શુબુકાઇ શિટોર્યું ભારતના પ્રેસિડેન્ટ સિહાન વિજય ભટ્ટ સાંદિપની ગુજરાતી મીડિયમના પ્રિન્સીપાલ કમલ મોઢા,ચમ ઇંગ્લિશ મીડીયમ સ્કુલ ના એચ.ઓ.ડી કમલ પાઉં,ગ્રીન પોરબંદર રેવેલ્યુસન ટીમના ધર્મેશભાઈ પરમાર,જી.એમ.સી.સ્કુલના ટ્રસ્ટી દેવાભાઇ ભુતિયા અને પ્રિન્સીપાલ ડો.મીરાબેન ભાટિયા, પી.ટી.આઇ પ્રબિરભાઈ વગેરે ઉપસ્થિત રહી કરાટે ચેમ્પિયનોને મેડલ તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સ્પર્ધાને સફળ બનાવવા મહત્વનું યોગદાન આપનાર સુરજ મસાણી (સેક્રેટરી કરાટે-ડો એસોસીએશન પોરબંદર),મહેશ મોતીવરસ (પ્રોજેક્ટ ઇન્ચાર્જ,કરાટે નેશનલ રેફરી),પ્રોજેક્ટ કમિટી સુનિલ ડાકી,અંજલિ ગંધ્રોકિયા,ધ્વનિ સેલટ,ક્રિષ્ના મહેતા,જૈનિકા ગોહેલ,મિલાપ લોઢારી,યશ ડોડીયા,મોહીત મઢવી,હેબિત મલેક ,આકાશ બામાણીયા,ધનિશ શેરાજી, યશ કોટિયા,પ્રથમ લોઢારી,જીવન ગોહેલ,હર્ષ સોનેરી કાર્તિક માલમ,ધરતી કોટિયા ,હિમાની મોતીવરસ,હીના ભરડા,મીરા પંડયા ,પાયલ ચામડીયા ,સંધ્યા પાંડાવદરા, વિશ્વા ગોહેલ ,રાધિકા દવે,સ્નેહા પાંજરી વગેરેનું સ્પર્ધાના મુખ્ય આયોજક કરાટેડો એસોસિએશનના પ્રેસિડેન્ટકેતન કોટિયાએ સર્વે સેવા આપનાર તમામ ઓફિશ્યલ ટીમ, ઉપસ્થિત મહેમાનો અને જી.એમ.સી. સ્કુલના પ્રિન્સીપાલ ડો.મીરા ભાટિયા તેમજ સ્કુલના સમગ્ર ટ્રસ્ટીઓ ,દેવાભાઇ ભુતિયા વગેરેનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech