રાજ્ય સરકારની અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓએ મહિલાઓની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું કામ કર્યું છે. સ્વ-સહાય જૂથ, સખીમંડળ દ્વારા વગર વ્યાજની બેંકલોન, મહિલા કેન્દ્રિત યોજનાઓએ મહિલાઓનું જીવનધોરણ સુધારવા ઉપરાંત સમાજમાં સ્વમાનભેર જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે.
વેરાવળ તાલુકાના ઈન્દ્રોઈના આવા જ એક બહેન વેજીબહેન રાઠોડ છે. જેઓ વેફર, ભૂંગરા, ચકરી, કચોરી જેવા નાસ્તાઓ બનાવી તેનું વેચાણ કરે છે. આ રીતે ચકરીના વેચાણે તેમના જીવનના ચક્રને ફેરવ્યું છે અને તેઓ હવે આત્મનિર્ભર બન્યાં છે.
ગુજરાત સરકારના ગ્રામવિકાસ વિભાગ તેમજ ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા વેજીબહેન રાઠોડે પોતિકા વ્યવસાયના માધ્યમથી આર્થિક ઉપાર્જન કરી અને સ્વમાનભેર જીવવાનો રાહ પકડ્યો છે.
વેજીબહેન આ અંગે જણાવે છે કે, તેઓ પહેલા ખેતમજૂરી કરતા હતાં. તેનાથી તેમનો જીવનનિર્વાહ ચાલતો નહોતો. ત્યારબાદ તેમણે સ્વસહાય જૂથ અંગેની જાણકારી મળતાં તેઓ સ્વ-સહાય જૂથ સાથે જોડાયા હતાં અને સરકારની આર્થિક સહાય મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech