અવાજની દુનિયાના બેતાજ બાદશાહની પત્ની હેલી પ્રેગ્નેટ હોવાના ખુશખબર શેર કર્યા
અવાજની દુનિયામાં ડંકો વગાડનાર પોપ સ્ટાર જસ્ટિન બીબર ટુંક સમયમાં જ પિતા બનશે. તેની પત્ની હેલી બીબર પ્રેગ્નેટ છે. તેમને ફોટો પણ શેર કર્યા છે. નોંધનીય છે કે જસ્ટિન અને હૈલીએ 2018માં ન્યુયોર્કમાં લગ્ન કર્યા હતા.
ઈન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર પોતાના શાનદાર ગીતને કારણે કરોડો ચાહકોના દિલ પર રાજ કર્યું છે. પોતાના ગીતની સાથે બીબર પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. હાલમાં સેલિબ્રિટી સિંગરે પોતાના સોશિયલ મીડિયા પર એક ગુડ ન્યુઝ આપ્યા છે કે, તેના ઘરે ટુંક સમયમાં નાનું મહેમાન આવશે. જસ્ટિન બીબરની પત્ની અને મોડલ ટુંક સમયમાં માતા બનવા જઈ રહી છે. આ વાતનો ખુલાસો જસ્ટિને પોતાના સોશિયલ મીડિય અકાઉન્ટ પર વીડિયો શેર કરીને કરી હતી. આ વીડિયો આવતા જ જસ્ટિન બીબરના ચાહકો તેમજ અન્ય સેલિબ્રિટી તેને શુભકામના પણ પાઠવી રહ્યા છે.
જસ્ટિનની ખુશી સ્પષ્ટ રીતે જોવા મળી રહી
જસ્ટિન બીબરે ઈન્સ્ટાગ્રામ પર એક નાનકડો વીડિયો શેર કર્યો છે. તે હેલી બીબર ફરીથી લગ્ન કરતા જોવા મળી રહ્યા છે સાથે સાથે હેલીનું બેબી બમ્પ પણ જોવા મળી રહ્યું છે. આ સુંદર વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. તેમની પત્નીએ વ્હાઈટ લેસ સાથે જોડાયેલો ડ્રેસ પહેર્યો છે તો જસ્ટિને એક જેકેટની નીચે ટી શર્ટ પહેર્યું છે અને તે પણ ખુબ સ્માર્ટ લાગી રહ્યો છે. જસ્ટિન અને હેલીના લગ્ન અને માતા -પિતા બનવાની વાત સાંભળી લોકો ખુબ એક્સાઈટેડ થઈ રહ્યા છે. લોકો પિતા બનવાની શુભકામના પણ આપી રહ્યા છે. આ વીડિયોમાં જસ્ટિનની ખુશી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
ચાહકો આપી રહ્યા છે શુભકામના
વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ચાહકો ઈન્ટરનેશનલ સ્ટાર્સ જસ્ટિનને શુભકામના આપી રહ્યા છે. બંન્નેને શુભકામના પણ આપી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર જસ્ટિન બીબરના 30 કરોડથી વધારે ફોલોઅર્સ છે અને તેના પિતા બનવાના સમાચાર સાંભળી સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો શેર પણ કરી રહ્યા છે. જસ્ટિન અને હૈલીએ 2018માં ન્યુયોર્કમાં લગ્ન કર્યા હતા. હવે લગ્નના 6 વર્ષ બાદ જસ્ટિન અને હેલીનો પરિવાર પૂર્ણ થશે. આ કપલ માતા-પિતાનો રોલ નિભાવવા માટે બિલકુલ તૈયાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech