સુપ્રીમ કોર્ટના બીજા સૌથી સિનિયર જજ જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ બનશે.વર્તમાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે જસ્ટિસ ખન્નાને આગામી સીજેઆઈ બનાવવા કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. જો કેન્દ્ર સરકાર આ ભલામણ સ્વીકારે તો 10 નવેમ્બરે તેમને આ જ્વાબદારી સોપાશે.
સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ હશે. વર્તમાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે જસ્ટિસ ખન્નાને આગામી સીજેઆઈ બનાવવા કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. જો કેન્દ્ર સરકાર આ ભલામણને સ્વીકારશે તો જસ્ટિસ ખન્ના 10 નવેમ્બરે સીજેઆઈ તરીકે કાર્યભાર સંભાળશે. વર્તમાન ન્યાયમૂર્તિ ચંદ્રચુડ એ જ દિવસે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 23 મે, 2025 સુધી રહેશે. એટલે કે તેઓ લગભગ સાડા છ મહિના સુધી આ પદ પર રહેશે.
કેન્દ્ર સરકારે, સ્થાપિત નિયમો હેઠળ, ગયા શુક્રવારે સીજેઆઈને તેમના અનુગામીનું નામ સૂચવવા વિનંતી કરી હતી. જેના જવાબમાં ચીફ જસ્ટિસ ચંદ્રચુડે આ ભલામણ કરી છે. જસ્ટિસ સંજીવ ખન્ના ભારતીય ન્યાયતંત્રમાં તેમની નિષ્પક્ષતા અને કાનૂની વિદ્વતા માટે જાણીતા છે. સુપ્રીમ કોર્ટમાં બઢતી પહેલા તેઓ દિલ્હી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. તેમને 18 જાન્યુઆરી, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ ખન્ના સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ હંસરાજ ખન્નાના ભત્રીજા છે.
કાયદાનો અભ્યાસ પૂરો કયર્િ પછી, તેમણે 1983માં દિલ્હીની બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે પ્રવેશ મેળવ્યો. શરૂઆતમાં દિલ્હીના તીસ હજારી કેમ્પસમાં પ્રેક્ટિસ શરૂ કરી. આ પછી દિલ્હી હાઈકોર્ટમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરી.
વર્ષ 2005માં તેઓ દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. આ પછી વર્ષ 2006માં કાયમી જજ બનાવવામાં આવ્યા હતા.
2006 થી 2019 સુધી હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે સેવા આપ્યા પછી, 18 જાન્યુઆરી, 2019 ના રોજ તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે ઉન્નત થયા હતા.
જ્યારે જાન્યુઆરી 2019માં જસ્ટિસ સંજીવ ખન્નાને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી, ત્યારે તેમની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો હતો. હકીકતમાં, વય અને અનુભવમાં તેમનાથી વરિષ્ઠ અન્ય ન્યાયાધીશો હોવા છતાં, તેમની સીધી સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech