પૈસાની જરૂરિયાતના બહાને સસ્તામાં સોનાની માળાને બદલે ધાતુની માળા આપી રોકડ ૮૦,૦૦૦ની છેતરપિંડી આચરનાર ટોળકીને ચોકકસ બાતમીના આધારે પકડી વેરાવળ સિટી સર્વેલન્સ સ્કોવોડે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી તેમજ રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની હકીકત મુજબ ગઇ તા–૦૬૦૫૦૨૫ ના રોજ વેરાવળ રેલ્વેસ્ટેશન પાસે આવેલ વીમાર્ટ મોલ પાસેની ગલીમા સવારે નવેક વાગ્યાના સમયમા ત્રણ અજાણ્યા ઇસમો એક સોના જેવી દેખાતી માળા સોનાની હોવાની કહી –૮૦,૦૦૦મા વેરાવળના રહીશ મંજુબેન નામની મહીલાને પોતાની માતા દવાખાને દાખલ હોય જેથી પીયાની જરીયાત હોય જેથી એક લાખ પીયામા વેંહચી નાખવી છે. આવુ ફરીયાદી ને જણાવેલ જેથી આ કામેના ફરીયાદી બહેન દ્રારા આરોપીઓને .૮૦ હજાર ની વ્યાવસ્થા થયેલ છે. જો માળા આપવી હોય તો જણાવો જેથી આ કામના આરોપીઓએ ફરીયાદીને વેરાવળ રેલ્વે સ્ટેશન પાસે બોલાવી સોનાની ખોટી માળા આપી .૮૦ હજાર ની છેતરપીંડી કરી લઇને ત્રણ ઇસમો નાશી ગયેલ હોય જે બાદ ફરીયાદી બહેને સોની પાસે ખાત્રી કરાવતા આ માળા ખોટી હોવાનુ જણાતા ફરીયાદી બહેન દ્રારા ફરીયાદ કરતા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી તથા પો.સબ.ઇન્સ.આર.આર.રાયજાદા નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સ્ટાફ નાઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન વેરાવળ રામભરોસા ચોક પાસે પહોચતા એ.એસ.આઇ હરેશભાઇ લખમણભાઇ તથા પો.હેઙ.કોન્સ.સુનીલભાઇ માંડણભાઇ સોલંકી તથા વિશાલભાઇ પેથાભાઇ ગળચર તથા અનિધ્ધસિંહ જયવંતસિંહ તથા પો.કોન્સ.અશોકભાઇ હમીરભાઇ તથા નદીમ શેરમહમદભાઇ બ્લોચ તથા કલ્પેશ કાનાભાઇ વાઢેર તથા રવિકુમાર રામસિંગભાઇએ રીતેના પો.સ્ટાફને નેત્રમશાખા ગીર સોમનાથના ટેકનીકલ સવેલન્સ તથા સંયુકતમાં બાતમીરાહે હકિકત મળેલ કે ત્રણેય ઇસમો નાશી ગયેલ હોય જે ત્રણેય ઇસમો ફરીથી આવો કોઇ ગુન્હો આચરવાના ઇરાદાથી વેરાવળ શહેરની બજારોમા આટાં–ફેરા કરે છે.અને હાલ વેરાવળ રેલ્વ સ્ટેશન વિસ્તારમા હોવાની તથા તેમાંથી એક વ્યકિત જે મોટી ઉમરનો છે.એ બનાવ વખતે પેહરેલ સફેદ જેવા કલરનુ લીટીવાળુ શટે પહેરેલ છે જે બાતમી આધારે વેરાવળ રેલ્વેસ્ટેન હનુમાન મંદીર પાસેથી છેતરપીંડી આચરનાર ટોળકી (૧) ડારામ ગંગારામ વાધેલા રહે.જુનાગઢ મજેવડી દરવાજા ગીરનારરોડ મહાસાગર ટ્રાવૈલ્સની ઓફીસની બાજુમા
(૨) નાનજીભાઇ પ્રભુભાઇ સોલંકી રહે.જુનાગઢ ખામધ્રોળ રોડ ૬૬ કે.વી.સબ સ્ટેશન પાસે તા.જુનાગઢ, (૩) અમ્રુતભાઇ ત્રિકમભાઇ સોલંકી રહે.જુનાગઢ મજેવડી દરવાજા ગીરનારરોડ મહાસાગર ટ્રાવૈલ્સની ઓફીસની બાજુમા વાળાને છેતરપીંડીમા ગયેલ રોકડ રકમ સાથે પકડી પાડી કાયદેસરની કાયેવાહી હાથ ધરી હતી. ત્રણેય શખસોએ અન્ય ગુના આચર્યા બાબતે વિગતો મેળવવા રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech