ધોરાજી તાલુકાના તોરણીયા ગામે વાડીમાં ખેતમજૂરી કામ કરતી યુવતીની ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી.પોલીસ હત્યારા સુધી પહોંચે તે પૂર્વે જ તેણે પણ નજીકના ખેતરમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.યુવતી અને હત્યારો બંને મામા–ફઇના ભાઇ બહેન થતા હોય આરોપીને પીતરાઇ બહેન સાથે લગ્ન કરવા હોય પણ તેનુ સગપણ નક્કી થઇ જતા તેણે તેને લગ્ન ન કરવા સમજાવી હતી પણ યુવતીએ ઇનકાર કરતા હત્યા કરી નાખી ખુદ આત્મહત્યા કરી લીધી હતી.બનાવને લઇ ધોરાજી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ધોરાજીનાં તાલુકાના તોરણીયા ગામે રહેતા જીવનભાઇ ડાભીની પુત્રી હરમીત (ઉ.વ.૨૨) ગઇકાલે ખેતમજૂરી માટે ગઇ હતી ત્યારે સાંજના ૬ કલાક આસપાસ જીવનભાઇના સગા સાળાનો દીકરો જીજ્ઞેશ ઉર્ફે બાલો ટીડાભાઇ મકવાણા(રહે. તોરણીયા) ત્યાં ધસી ગયો હતો.આ સમયે યુવતીની સહલી ડિમ્પલ પણ તેની સાથે હોય તેની નજર સામે જ જીજ્ઞેશે હરમીત સાથે ઝઘડો કરી તેને ગળાના ભાગે તીક્ષણ હથીયારનો એક જોરદાર ઘા હરમીતને ઝીંકી યુવતની અહીં ઢળી પડી હતી.દરમિયાન તેની સહેલીએ સામેના ખેતરમાં કામ કરતા તેના માતા સહિતનાને જાણ કરી હતી.બાદમાં યુવતીને ૧૦૮ મારફત સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી.
પોલીસ હત્યારના ઝડપી લેવા તપાસ શરૂ કરે તે પૂર્વે જ વધુ એક સમાચાર આવ્યા કે આરોપીએ આ ઘટના બની તેનાથી થોડે દુર ખેતરમાં જ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. આથી પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને જીજ્ઞેશના મૃતદેહને સિવિલમાં ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
પિતાએ જણાવ્યું હતું કે મારી નાની દીકરીએ પ્રેમલગ્ન કર્યા છે અને જે તે સમયે જીજ્ઞેશના પરિવારે તેમાં દરમિયાનગીરી કરી સમજાવટના પ્રયાસો કર્યા હતા અને ત્યારથી અમારા કુટુંબ વચ્ચે મનમેળ નથી. દીકરીના લગ દેવળકી ગામમાં રહેતા યુવાન સાથે નક્કી કરવામાં આવ્યા હતા અને અમારા સમાજના રીતિ રિવાજો મુજબ ૧૦મીએ તેની સગાઇ રાખવામાં આવી હતી.
દરમીયાન જીજ્ઞેશને હરમીત સાથે લગ્ન કરવા હોય પણ જેથી તેણે સીમ વિસ્તારમાં યુવતીને આંતરી તેને સગાઇ ન કરવા સમજાવી હતી.પણ તેણી ન માનતા હત્યા કરી નાખી પોતે આપઘાત કરી લીધો હતો.આ અંગે યુવતીના પિતા જીવનલાલ શામજીભાઇ ડામી(ઉ.વ ૫૦ રહે. મૂળ તોરણીયા તા.ધોરાજી) ની ફરિયાદ પરથી પોલીસે જીજ્ઞેશ સામે હત્યાનો ગુનો દાખલ કર્યેા હતો.બનવાને લઇ કોળી પરિવારમાં શોક છવાય ગયો હતો. આ અંગે વધુ તપાસ ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઇ એલ.આર.ગોહિલ ચલાવી રહ્યા છે
સહેલીની નજર સામે યુવતીની હત્યા નિપજાવી
પોલીસે જણાવ્યું હતું કે ૨૨ વર્ષીય યુવતી હરમીત તેની સહેલી ડિમ્પલ સાથે સાંજના સીમ વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે જીજ્ઞેશ અહીં ધસી આવ્યો હતો.બાદમાં બંને વાતચીત થઇ હતી.દરમિયાન જીજ્ઞેશે ઉશ્કેરાઇ તિક્ષણ હથિયાર વડે ડિમ્પલની નજર સામે હરમીતને ગળાનાભાગે ઘા ઝીંકી દઇ તેની હત્યા કરી નાખી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech