ગોંડલમાં ભવનાથ પવનચક્કીવાળી શેરીમાં રહેતા વેપારીના બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી પિયા ૧.૨૦ લાખના ઘરેણાની ચોરી કરી ગયા હતા. વેપારી પરિવાર સાથે મૂળ વતન વાસાવડમાં શનિ રવિની રજામાં ગયા હોય દરમિયાન બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ અંગે વેપારીની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા શોધખોળ શ કરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં ભવનાથ પવનચક્કીવાળી શેરી વી–૧૪ બ્લોક નંબર ૨૫ માં રહેતા અભિષેક હરિભાઈ મયાત્રા (ઉ.વ ૪૧) નામના વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ગોંડલમાં કૈલાશ કોમ્પલેક્ષમાં ડ્રીમ ઇન્ફોટેક નામની કોમ્પ્યુટર તથા ઇલેકટ્રોનિકની દુકાન આવેલી છે.
ગત તારીખ ૧૦ અને ૧૧ ના શનિ– રવિની રજા હોય જેથી તેઓ તારીખ ૯૮ ના સાંજના ઘરને તાળું મારી પત્ની અને પુત્રી સાથે વાસાવડ મૂળ વતને ગયા હતા. બાદમાં તારીખ ૧૧ ૮ ના રાત્રીના વાસાવડથી ગોંડલ પરત ફરી ઘરે આવતા ડેલી લગાવેલું તાળું જોવા મળ્યું ન હતું બાદમાં મેઇન દરવાજાનો લોક પણ તૂટેલો હોય ચોરી થયાની શંકા ગઈ હતી. ત્યારબાદ ઘરમાં જઇ જોતા રસોડાની લાઈટ ચાલુ હોય પંખા ચાલુ હોય અને સામાન વેર વિખેર પડો હતો. જેથી ઘરમાં તપાસ કરતા મમાં કબાટમાં રાખેલ સોનાનું બ્રેસલેટ કિંમત પિયા ૫૦,૦૦૦ તથા લેડીઝ પેન્ડલ સાથેનો ચેન કિંમત પિયા ૭૦,૦૦૦ મળી કુલ પિયા ૧.૨૦ લાખના ઘરેણાંની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું.જેથી તેમણે આ અંગે ફરિયાદ નોંધાવતા ગોંડલ બી ડિવિઝન પોલીસે જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલમાન ગલવાન સંઘર્ષ પર આધારિત ફિલ્મમાં કર્નલની ભૂમિકા ભજવશે
May 19, 2025 12:09 PMકમલ હાસનનું 30 વર્ષ નાની અભિનેત્રી સાથે લીપલોક ચર્ચામાં
May 19, 2025 12:08 PMઉર્વશી રૌતેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બની
May 19, 2025 12:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech