જેતપુર રાજકોટ નેશનલ હાઈ વે પર એકબાજુ ૧૨૦૦ કરોડ પિયાનાં ખર્ચે સિકસ લેન રોડનું કામ ચાલી રહ્યું છે. બીજીબાજુ વરસાદને કારણે મોટાભાગનો રોડ ખાડા ખબડાવાળો તેમજ ધોવાઇ ગયો છે. જેથી વાહન હાલક ડોલક થતા માંડ ચાલે ત્યાં ધૂળની ડમરીઓ ઉડવાને કારણે આગળનું વાહન ન દેખાય તો અકસ્માત થવાનો ભય રહે છે. રોડની આવી હાલતમાં પણ બે બે ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્ષ વસુલવામાં આવી રહ્યો છે. જેથી સિકસ રોડ લેન સંપૂર્ણ બની ન જાય ત્યાં સુધી ટોલ ન વસૂલવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.
બે છાંટા વરસાદના પડે એટલે રોડ પર મસમોટા ખાડાઓ પડી જવા રોડ ધોવાય જવો તે સામાન્ય બાબત થઈ ગઈ છે. તો ચાલુ વર્ષે તો સારો એવો વરસાદ પડો એટલે રોડની હાલત કેવી થઈ ગઈ હોય તે તો રોડ પરથી પસાર થાય તેઓ રોડ ઝડપથી પૂરો થાય તેવી પ્રાર્થના કરતા હોય તેના પરથી ખ્યાલ આવે.
જેતપુર–રાજકોટ વચ્ચે નેશનલ હાઈ વે ઓથોરિટી દ્રારા ૧૨૦૦ કરોડ પિયાના ખર્ચે સિકસ લેન રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. જેને કારણે રોડ પર અવરજવર બંને બાજુ સિંગલ પટ્ટી રોડ પરથી જ થાય છે. એટલે કે બંને બાજુ સિંગલ પટ્ટી પર જ અસંખ્ય વાહનોનું ભારણ હોય ત્યારે યાત્રાધામ વીરપુર પાસે તો વછરાજ હોટેલ ચોકડી પાસેનો રોડ વરસાદી પાણીમાં ધોવાઈ જતા વારંવાર ત્રણ ત્રણ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગે છે. જેમને લઈને કયારેક કયારેક તો વીરપુર શહેર અંદરથી વાહનોને ડાઈવટ પણ કરાય છે, અને આમેય આપણે ત્યાં તો સામાન્ય વરસાદમાં રોડ તૂટી જવા, ખાડાઓ પડી જવા કે ધોવાય જવા સામાન્ય બાબત છે તો આ વર્ષે તો સારો વરસાદ પડો છે. ત્યારે રોડની હાલત તો જોવા જેવી થઈ છે જેતપુરથી રાજકોટ વચ્ચેનો મોટભાગનો રોડ ધોવાઇ ગયો છે. એમાંય વીરપુર પાસે તો રોડ પર કાંકરી કાંકરી જ નજરે પડે છે અને યાં નથી ધોવાયો ત્યાં ખાડાઓનું રાજ, આવા રોડ પરથી વાહન ચાલકો પસાર થાય ત્યારે રોડ ધૂળની ડમરીઓને કારણે આગલું વાહન નજરે પણ નજરે નથી પડતું જેથી અકસ્માતો થાય છે અને રોડ પર અસંખ્ય ખાડાઓને કારણે વાહનોની કમાન અને વાહનોમાં મુસાફરી કરતા મુસાફરો, ડ્રાઇવરોની કમર ભાંગી જાય તે હદે ખાડાઓ આવે છે. આમ છતાં જેતપુરથી રાજકોટ વચ્ચે આવતા બબ્બે ટોલ પ્લાઝા મસમોટો ટોલટેકસ વાહન ચાલકો પાસેથી વસુલે છે. જેથી વાહન ચાલકો આ રોડ પરનું કામ પૂં થાય ત્યારબાદ અથવા તો સારા રોડની સગવડ આપ્યા બાદ જ ટોલટેકસ વસૂલવા નેશનલ હાઈ–વે ઓથોરિટી પાસે માંગ કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો ગરમીમાં કંઈક ઠંડુ ખાવા માંગતા હો તો બનાવો કોલ્ડ સેન્ડવીચ, અજમાવી જુઓ આ 3 વાનગીઓ
April 16, 2025 03:24 PMપોલીસની હેરાનગતિથી ધંધો બંધ કરવાની ચીમકી
April 16, 2025 03:10 PMવારંવારની સૂચના છતાં જગ્યા ખાલી નહીં કરાતા કાર્યવાહી
April 16, 2025 03:09 PMશૈક્ષણિક સંસ્થાના ડાયરેકટરની ચેમ્બરમાં ઘુસી શખ્સોનો હુમલો
April 16, 2025 03:07 PMઅધિકારી એન. કે. મીનાએ મહાપાલીકામાં હાજર થઈ સંભાળ્યો કમિશ્નરનો ચાર્જ
April 16, 2025 03:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech