એમેઝોનના એક્ઝિકયુટીવ ચેરમેન જેફ બેઝોસે ફેડરલ રેગ્યુલેટર્સને જાણ કરી છે કે તેમણે બે અબજ ડોલરની કીંમતના એમેઝોનના 1.2 કરોડ શેરો વેચ્યા છે. બેઝોસે યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને જણાવ્યું છે કે તેમણે સાત અને આઠ ફેબ્રુઆરીએ એમેઝોનના કુલ 1,19,97,698 શેરો વેચ્યા છે. ઉલ્લેખનીય છે કે બેઝોસે ત્રણ દાયકા અગાઉ એક ગેરેજમાં એમોઝેનની શરૂઆત કરી હતી. બેઝોસ દ્વારા વેચવામાં આવેલા શેરોની કુલ બજાર કીંમત 2.04 અબજ ડોલર આંકવામાં આવી છે. શેરો 10 લાખથી 32 લાખથી વધુના પાંચ બ્લોક બનાવી વેચવામાં આવ્યા છે. આ અગાઉ બેઝોસે યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તે સાત ફેબ્રુઆરીની આસપાસ એમેઝોનના પાંચ કરોડ શેર વેચવા માગે છે જેનું કુલ બજાર મૂલ્ય 8.4 અબજ ડોલરની આસપાસ થાય છે.
બેઝોસે રોકેટ કંપ્ની બ્લૂ ઓરિજિન અને પરોપકારી કાર્યોને વધુ સમય આપવાના ઉદ્દેશથી 2021માં એમેઝોનના સીઇઓ પદેથી રાજીનામું આપી દીધું હતું. યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ મુજબ તેમના રહેઠાણનું સરનામું સિએટલનું છે. જો કે તેઓ હવે મિયામીમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન પર અફઘાનિસ્તાને કર્યો હુમલો, BLAનો દાવો; બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ
May 29, 2025 07:44 PMગુજરાત સહિત સરહદી રાજ્યોમાં 31 મેના રોજ 'ઓપરેશન શીલ્ડ' મોકડ્રીલ યોજાશે
May 29, 2025 07:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech