રાજકોટમાં સહકારી ક્ષેત્રમાં ફરી જયેશ રાદડિયાનું વર્ચસ્વ જોવા મળ્યું છે. સહકારી ક્ષેત્રમાં 5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 19 પેનલ બિનહરીફ વિજેતા બની. આ સંઘ ખેતપેદાશોનું ખેડૂતોના લાભાર્થે ખરીદ વેચાણ કરતું હોય છે. સામાન્ય ચૂંટણીમાં સંઘના 12 અને મંડળીના 7 પ્રતિનિધીઓએ મેદાન માર્યું છે.
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી સહકારી ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હોવાનું સાબિત કર્યું છે. રાજકોટમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં રાદડિયાએ ફરી પોતાનો જાદુ ચલાવતા ભાજપ પ્રેરિત પેનલના ૧૯ ઉમેદવારો બિન હરીફ થતા વિજેતા થયા છે. અગાઉ પણ રાદડિયા ઇફકોના ડિરેક્ટર પદ અને કૃભકો ખાતર કંપની દ્વારા ડેલિગેટની ચૂંટણીને લઈને વિવાદમાં જોવા મળ્યા હતા. કૃભકો ખાતર કંપનીની ડેલિગેટની ચૂંટણીમાં મોરબી, કચ્છ અને રાજકોટ એમ ત્રણેય પેનલમાં જયેશ રાદડિયાની પેનલનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં 101 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા અને જયેશ રાદડિયાની પેનલે બાજી મારી હતી.
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીને લઈને જયેશ રાદડિયા સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા. ઇફકો ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા છે. ઇફકો ડિરેક્ટર પદ માટેની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં જયેશ રાદડિયા, બિપિન પટેલ અને પંકજ પટેલ વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીમાં અંતિમ દિવસ સુધી ત્રણમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ પરત ના ખેંચતા ભારે રસાકસી જોવા મળી હતી.
ઇફકો ચૂંટણી થયો હતો રાદડિયાનો વિજય
ભાજપ તરફથી ઇફકો ચૂંટણીમાં અમદાવાદના બિપિન પટેલને મેન્ડેન્ટ અપાયો હતો અને રાજકોટથી જયેશ રાદડિયાએ ફોર્મ ભરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ઇફકો ચૂંટણીમાં 180 મતદારોમાંથી જયેશ રાદડિયા 113 મતથો વિજયી થયા હતા. એટલે કહી શકાય કે ઇફકો ચૂંટણીએ સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનું વર્ચસ્વ હોવાનું સાબિત કર્યું હતું. તે બાદ પાલિકા ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાએ મેદાન માર્યું હતું અને હવે રાજકોટ સહકારી ક્ષેત્રમાં ફરી એક વખત જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રમાં દબદબો જમાવતા રાજકીય સફરમાં આગળ વધી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
February 25, 2025 05:29 PMઆ જગ્યાએ પોલીસકર્મીઓ શીખી રહ્યા છે 'મેકઅપ' ,સરકાર પોતે કરી રહી છે બ્યુટી ક્લાસનું આયોજન!
February 25, 2025 05:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech