જસદણ અને વિંછીયા તાલુકામાં ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સૂચનોને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડ-રસ્તા ઉપર સીમેન્ટ રોડ બનાવવાના કામને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ા.965 લાખની ગ્રાન્ટના જોબનંબરો ફાળવવામાં આવ્યા છે.
ગામડાઓમાંથી પસાર થતાં રસ્તાઓમાં આવેલ ગામતળની લંબાઈના રસ્તે ચોમાસાને સમય દરમ્યાન પાણીના ભરાવાથી તથા વાહનોની અવર-જવર અને વધુ ટ્રાફિક ભારણના કારણે ડામર સપાટી વારંવાર ખરાબ થઈ જતા આ સમશ્યાના કાયમી અને લાંબા ગાળાના ઉકેલ માટે સુવિધાપથ સદરે મજબુત અને ટકાઉ સીમેન્ટ રોડ બનાવવાનો મહત્વનો નિર્ણય રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
સુવિધાપથ સદરે જસદણ તાલુકાના (1) જસાપર-મોટા દડવા રોડ માટે ા.90 લાખ (2) એસ.એચ.ટુ.બળધોઈ એપ્રોચ રોડ માટે ા.45 લાખ (3) બળધોઈ-મોટા દડવા રોડ માટે ા.150 લાખ (4) એસ.એ.ટુ.ગઢડીયા (જામ) રોડ માટે ા.60 લાખ (5) સાણથલી-દોલતપર રોડ માટે ા.60 લાખ (6) રાણપરડા-દેવળીયા રોડ માટે ા.60 લાખની રકમનો સમાવે થાય છે.
વિંછીયા તાલુકામાં બંધાળીવનાળા-સનાળા રોડ માટે રૂા.75 લાખ (2) એસ.એચ.ટુ.ભોયરા રોડ માટે ા.70 લાખ (3) વનાળા-સરતાનપર રોડના કામ માટે રૂા.40 લાખ (4) મોઢુકા-પાટીયાળી-દેવધરી રોડના કામ માટે ા.90 લાખ (5) એમ.ડી.આર.ટુ.જનડા એપ્રોચ રોડના કામ માટે ા.225 લાખની રકમનો સમાવેશ થાય છે.
આ ફાળવણીના કારણે જસદણ અને વિંછીયા તાલુકાના ગ્રામ્ય જનતાને સારી ગુણવતાવાળા અને વધુ ટકાઉ રસ્તાની સુવિધાઓ મળતી થશે આ કામોને જોબ નંબરો મળતા ટેકનીકલ-વહીવટી કામગીરી વહેલી તકે પુરી કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જવાબદાર અધિકારીને સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech