ફાયર એનઓસી, જરી લાયસન્સ ન હોવાના કારણે મિલ્કતો સીલ કરીને આપીશ નોટીસ: આગામી દિવસોમાં તમામ ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળશે
રાજકોટના ગેમઝોન આગ પ્રકરણ બાદ જામનગર સહિત રાજયની તમામ મહાનગરપાલિકાના વિસ્તારમાં જેમની પાસે ફાયરની એનઓસી કે જરી લાયસન્સ ન હોય તેવા સંકુલો સામે નોટીસ ફટકારવામાં આવી છે, નવાઇની વાત તો એ છે કે, મહાપાલિકા સંચાલીત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓમાં જ ફાયરની કોઇ સુવિધા નથી, ત્યારે કોર્પોરેશને હોંશે-હોંશે ચાર દિવસમાં ૧૬૯ મિલ્કતો સીલ કરી છે.
કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૬૫ સ્કુલ, ૫૦ કલાસીસ, ૨૨ હોસ્પિટલ (પાર્ટલી), હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા ૩૨ સીલ કરવામાં આવ્યા છે, જે હોસ્પિટલો સીલ કરાઇ છે તેમાં ૬૫ દિ.પ્લોટમાં આવેલ ડોડીયા હોસ્પિટલ, જોલી બંગલા સામે ઓમ કોમ્પલેક્ષમાં આવેલી આયુષ હોસ્પિટલ (પાર્ટલી), શ્રઘ્ધા હોસ્પિટલ, અવધ હોસ્પિટલ, જાનકી હોસ્પિટલ, ડો.પુનાતર હોસ્પિટલ, વિકલ્પ હોસ્પિટલ-સુમેર કલબ રોડ (પાર્ટલી), પી.એચ.સોઢા કલાસીસ-ગોકુલનગર, રડાર રોડ, રેમ્બો સ્કુલ-સત્યમકોલોની, લીટલ સ્કુલ-મેહુલનગર ૮૦ ફુટ, હંપટી-ડંપટી સ્કુલ, ભેડા કલાસીસ-શેઠફળી, જ્ઞાનમંદિર કલાસીસ-ગોકુલનગર રડાર રોડ, શ્રી કોમ્પ્યુટર સેન્ટર-ગોકુલનગર અને હેલો બચપન પ્રિ-સ્કુલ-ગોવર્ધન ગ્રીન્સનો સમાવેશ થાય છે, જયારે તા.૩ના રોજ દેશીભાણુ-મહાકાળી સર્કલ, ધી ટેસ્ટ ટાઉન-હરીયા કોલેજ રોડ, ઢોસા હાઉસ-હરીયા કોેલેજ રોડ પણ સીલ કરવામાં આવ્યા છે.
કોર્પોરેશને જેમાં ફાયર એનઓસી, કે.બી.યુ પરમીશન ન હોય એવા ત્રણ રેસ્ટોરન્ટો પણ સીલ કર્યા છે, આગામી દિવસોમાં મહાપાલિકા વિસ્તારમાં આવતા હાઇરાઇઝડ, લો રાઇઝડ, રહેણાંક, કોમર્શીયલ, સીનેમા હોલ, મોલ, શોપીંગ સેન્ટર, હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, શૈક્ષણીક હેતુ માટેના બાંધકામો જેમાં પ્રવર્તમાન ફાયર એકટ તથા કોમન જીડીસીઆર મુજબ વિકાસ પરવાનગી, વપરાશ પરવાનગી માટે ફાયરની એનઓસી લેવું ફરજીયાત છે, જે નહીં મળે તો તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કોર્પોરેશને જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech