રાજકોટ રેલવે સ્ટેશન પર રેલવે એસોજીની ટીમે જામનગરમાં રહેતી મહિલા અને સગીરને રૂપિયા 19.89 લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ બંને શખસોની પૂછતાછ કરતા જામનગરમાં રહેતા શખસે બંનેને દુરંતો એક્સપ્રેસની ટિકિટ આપી તેમજ એક ટ્રીપના રૂપિયા 10,000 ની લાલચ આપી મુંબઈના શખસ પાસેથી ડ્રગ્સનો આ જથ્થો લાવવા માટે કહ્યું હોવાનું માલુમ પડ્યું હતું.દરમિયાન રાજકોટ રેલવે પોલીસની ટીમે તપાસ હાથ ધરી ડ્રગ્સ મગાવનાર જામનગરના શખસને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં તેણે મુંબઇથી આ પ્રકારે ત્રીજી વાર ડ્રગ્સ મંગાવ્યાનું ખુલ્યું હતું.
રાજકોટ રેલવે એસઓજીની ટીમે શુક્રવારે પ્લેટફોર્મ નંબર 1 જય માતાજી ટી સ્ટોલ પાસે દુરંતો એક્સપ્રેસ ટ્રેન આવી ઉભી રહેતા તેમાંથી એક મહિલા તથા એક સગીર ઉતર્યા હોય જેની હિલચાલ શંકાસ્પદ જણાતા મહિલા કોન્સ્ટેબલ ભાવનાબેનને બોલાવી આ બંનેને રોકી આ મહિલાની પૂછપરછ કરતા તેનું નામ સેતા યાસ્મીન અનવરભાઈ (ઉ.વ 40 રહે. હાલ સૈયદી હોટલની પાછળ આવાસ કવાર્ટર, ગોલ્ડન સિટીની બાજુમાં જામનગર) હોવાનું જણાવ્યું હતુ. તેની સાથે રહેલ સગીર પણ જામનગરનો વતની હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે મહિલાની અંગ જડતી લેતા તેની પાસે એક નાસ્તો તેમજ બ્લેન્કેટ હોય પરંતુ તેની નીચે કાળા પ્લાસ્ટિકના ઝબલામાં સફેદ પ્લાસ્ટિકની કોથળીમાં શંકાસ્પદ પાવડર જણાતા આ બાબતે એફએસએલ અધિકારી સાથે પરીક્ષણ કરાવી તેનો અભિપ્રાય લેતા આ શંકાસ્પદ પદાર્થ મેફોડ્રોન હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે બેગમાંથી મળેલી આ કોથળીમાંથી રૂપિયા 19.89 લાખની કિંમતનું 198.8 ગ્રામ કબજે કર્યું હતું. એમડી ડ્રગ્સનો આ જથ્થો એક મોબાઈલ ફોન ટ્રેનની જનરલ કોચની ચાર ટિકિટ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 20.06 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
ઝડપાયેલ મહિલા સેતા યાસ્મીન અનવરભાઈ (ઉ.વ 40) અને સગીરની પૂછપરછ કરતા એવું જણાવ્યું હતું કે, જામનગરમાં રહેતા અજરૂ નામના શખસે બંનેને ટ્રેનની આવક જાવકની ટિકિટ તેમજ એક ટ્રીપના રૂપિયા 10,000 આપી મુંબઈમાં નિઝામ નામના શખસ પાસેથી માદક પદાર્થનો જથ્થો લાવવા માટે કહ્યું હતું.
દરમિયાન રાજકોટ રેલવે પીઆઇ એસ.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.જે.જાડેજા તથા ટીમે તપાસ હાથ ધરી ડ્રગ્સનો જથ્થો મગાવનાર અઝરૂદીન ઉર્ફે અઝરૂ કાસીમભાઇ દરજાદા મકરાણી(ઉ.વ ૩૭ રહે. ખોજાવાડ, મચ્છપીઠ, જામનગર) ને ઝડપી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું કે આ શખસ છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થનો વેપલો કરે છે પહેલા તે છુટકમાં પડીકી બનાવી વેચતો હતો.છેલ્લા થોડા સમયથી તેણે મુંબઇના નીઝામ પાસેથી ડ્રગ્સ મગાવવાનું શરૂ કર્યું હતું.આ તેની ત્રીજી ટ્રીપ હતી.જયારે ઝડપાયેલી મહિલા પોતે પણ બંધાણી હોય તેને પ્રથમ ડ્રગ્સ આપી બાદમાં પૈસાની લાલચ આપી પેડલર બનાવી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech