જામનગરના એડવોકેટ શીતલ બાલકૃષ્ણ ખેતીયાએ સાઇબર ક્રાઇમના ફિલ્ડમાં પી.એચડી.ની ડીગ્રી મેળવી પરીવારનું, બ્રહ્મસમાજનું તેમજ તેઓના ક્ષેત્રનું ગૌરવ વધાર્યુ છે, એ ક્રીમીનોલોજીકલ સ્ટડી ઓફ સાયબરક્રાઇમ એન્ડ લીગલ અવેરનેશ અમોન્ગ ઇન્ટરનેટયુઝર્સ વીથ સ્પેશીયલ રેફરન્સ ટુ ધેયર મોડસ ઓપરેન્ડી ટેકટીક્સ વિષય ઉપર રાજસ્થાનની, જગદીશપ્રસાદ ઝાબરમાલ ટીંબડેવાલા યુનિવર્સિટીમાંથી સફળતા પુર્વક સંશોધન પુર્ણ કર્યુ છે અને યુનિવર્સિટીએ પણ ગૌરવ સાથે ડોક્ટર ઓફ ફીલોસોફીની ડીગ્રી એનાયત કરી છે.
તેઓના તલસ્પર્શી અને વિવિધ આયામો અને લીગલ આસ્પેક્ટસ સાથેના લો બેઇઝ અને સામાજીક રીતે પણ ખૂબ ઉપયોગી શોધનિબંધ યુનિવર્સીટીએ માન્ય રાખ્યો છે તેમજ તે પુર્વેની જુદી જુદી વિશેષતા અંગેની પરીક્ષામાં એડવોકેટ અને ડોક્ટરેટ શીતલએ ડીસ્ટીકંશન માર્કસ મેળવ્યા છે મહત્વનું એ છે કે તાજેતરમાં જ જે કાયદાને રાષ્ટ્રપતિએ મંજુરીની મહોર મારી છે તે કાયદાના સારપ સબ્જેક્ટમાં તેઓએ પી.એચડી.ની ડીગ્રી મેળવી છે.
કલા-સંસ્કૃતિ અને વિદ્યાના વારસા સાથે એડવોકેટ ડો.શીતલએ પારીવારીક જીવન,સામાજીક જીવન વગેરેનો ખૂબ બારીકાઇથી અભ્યાસ કર્યો છે તેમજ સંજોગો સાથે સુમેળ સાધી અવિરત પ્રગતિનું ધ્યેય રાખ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech