પ્રકૃતિ મિત્ર જામનગર અને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે પ્લાસ્ટીક સફાઈ અભિયાન તેમજ બિલ્વ વૃક્ષ રોપણનો કાર્યક્રમ યોજાયો.
ગત્ રવિવારના રાત્રીના પવનચક્કી જામનગર થી ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, ભાજપ શહેર પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા,મેયરશ્રી વિનોભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયરશ્રી ક્રિષ્નાબેન સોઢા,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતાશ્રી આશિષભાઈ જોષી, દંડકશ્રી કેતનભાઈ નાખવા વગેરે પદાધિકારીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત સાથે અમારી બંને સંસ્થાઓની સફાઈ ટીમને પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
પ્રકૃતિ મિત્ર જામનગર દ્વારા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના સહયોગ થી પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવો અભિયાન અંતર્ગત શ્રાવણ માસ નિમિત્તે જામનગર થી શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે જતાં પદયાત્રીઓને તેમજ પદયાત્રીઓની સેવા કરવા માટે સેવાકીય કેમ્પના આસપાસના રોડ પર અજાણતા જે પ્લાસ્ટિકનો કચરો થતો હોય છે તે માટે પ્લાસ્ટીક સફાઈ અભિયાન અંતર્ગત આ કચરો એકઠો કરી અને જામનગર મહાનગર પાલિકા ના સહયોગ થી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે.
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિ મિત્ર સંસ્થાના સહયોગ થી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ માસ દરમિયાન જામનગર શહેરના વિવિધ વિસ્તાર શિવાલયોમાં તેમજ ખાનગી, કોમન પ્લોટમાં નિઃશુલ્ક બિલ્વ વૃક્ષનું રોપણનો પ્રારંભ શ્રાવણ માસના પ્રથમ દિવસ સોમવારે શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર, મયુર ટાઉન શીપ રણજીત સાગર રોડ ખાતે થી કરવામાં આવ્યો હતો.
જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકલાડીલા સાંસદ સભ્યશ્રી પૂનમબેન માડમ દ્વારા બંને કાર્યક્રમને બિરદાવી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
આ બંને કાર્યક્રમને સફળ બનાવવા બંને સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech