ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટસ એસોસીએશનમાં બે વર્ષ માટે વરણી
જામનગર શહેરની ગ્રેઈન મારકેટના વેપારીઓની પ્રતિષ્ઠિત અને જુની સંસ્થા ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટસ એસોસીએશનની આગામી બે વર્ષ માટેની કારોબારી સમિતિની ચૂંટણી બિનહરીફ થઈ છે.
જામનગર શહેરની ગ્રેઈન મારકેટના વેપારીઓના સંગઠ્ઠન ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટસ એસોસીએશનની વર્ષ ર0ર4 થી ર0ર6 ના બે વર્ષ માટે ર1 સભ્યોની કારોબારી સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો હતો. જેમાં ઉમેદવારી પત્રો તા.1પ જુન સુધી ભરવાના હતાં અને ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તા.17 જુનના થઈ હતી જેના અંતે ર1 ઉમેદવારો જ હોવાથી નવી કારોબારી સમિતિ બિનહરીફ ચૂંટાયેલી જાહેર થઈ છે.
આ નવી કારોબારી સમિતિમાં વર્તમાન પ્રમુખ જીતુભાઈ લાલ તથા તેમની પેનલના પરેશકુમાર જી. મહેતા, લક્ષ્મીદાસ કરશનદાસ રાયઠઠા, રિષીભાઈ એ. પાબારી, શ્રેણીકભાઈ એમ. મહેતા, અરવિંદભાઈ ન્યાલચંદ મહેતા, ધીરજલાલ આર. કારીયા, પ્રમોદભાઈ ભગવાનજીભાઈ કોઠારી, બિપીનભાઈ એન. મહેતા, દેવેન્દ્રકુમાર જયંતિલાલ પાબારી, દિપકકુમાર પ્રેમજીભાઈ મોદી, પ્રવિણભાઈ એન. કાનાબાર, કિરીટભાઈ કે. દતાણી, વિશાલભાઈ પી. મહેતા, હિતેષપરી ખીમપરી ગોસાઈ, રાજેશભાઈ ન્યાલચંદ વસા, જયેશભાઈ ખેરાજભાઈ રાજાણી, દિપકભાઈ મંગલદાસ દાવડા, દિનેશભાઈ નારણદાસ દતાણી, ચંદ્રકાંત કરમશી શાહ અને હેમેન્દ્રભાઈ જી. પાબારી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech