સીમમાં પોલીસ ત્રાટકી : બેના નામ ખુલ્યા : ૧૩૨ બોટલ અને ૨ બિયરના ટીન કબ્જે
જોડીયાના કોઠારીયા ગામે પાઘેડુ સીમ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને એક શખ્સને ઈંગ્લીશ દારુની ૧૩૨ બોટલ અને બે બીયર મળી ૭૧ હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો.
ધ્રોલ સર્કલ પીઆઇ એ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ જોડીયાના પીએસઆઇ બી.એલ. ઝાલા તથા ઇન્ચાર્જ પીએસઆઇ પી.જી. પનારાએ કોમ્બીંગ નાઇટ દરમ્યાન અસરકારક કામગીરી માટે સુચન કરેલ હોય જે અન્વયે સ્ટાફ કોમ્બીંગ દરમ્યાન દુધઇ ગામે પહોચતા સ્ટાફના કુલદીપસિંહ જાડેજા, જયદીપ જેસડીયાને સંયુકત બાતમી મળેલ કે કોઠારીયા ગામે રહેતા રાહુલ મકવાણાની ભોગવટાની વાડીએ સાજન સવસેટા, રાહુલ મકવાણા તથા રવિ મકવાણાએ ગેરકાયદે ઇંગ્લીશ દારુનો જથ્થો વેચાણઅર્થે રાખ્યો છે, ત્રણેય ઇસમો ત્યા હાજર છે એવી હકીકત મળતા પંચો સાથે રેઇડ કરવામાં આવી હતી.
દરોડા દરમ્યાન રવિ ગોવિંદ મકવાણાને પકડી લીધો હતો જયારે સાજન અને રાહુલ સ્થળ પરથી નાશી છુટયા હતા, વાડીએ જડતી તપાસમાં ઇંગ્લીશ દારુની ૧૩૨ બોટલ અને બિયરના બે ટીન મળી આવ્યા હતા. પોલીસે દારુ તથા મોબાઇલ મળી ૭૧૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો અને નાશી જનાર શખ્સોની શોધખોળ આદરી હતી.
***
જામનગર - દરેડમાં દેશી દારુ અંગે પોલીસના દરોડા
જામનગરના નિલકમલ પાછળ જાગૃતીનગરમાં ભાવના રામપ્રસાદ માલપરાને ત્યાંથી ૧૨ લીટર દેશી દારુ, ૧૫૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો તથા કલાવતી જેશીંગ માલપરાને ત્યાથી ૧૪ લીટર દારુ, ૧૭૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો તેમજ શોભનાબેન કાના માલપરાને ત્યાંથી ૭ લીટર દારુ, ૧૦૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો, બાવરીવાસમાં માલાબેન જીવા ડાભીને ત્યાથી ૫ લીટર દારુ, ૧૦૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.
આ ઉપરાંત દરેડમાં નાગબેન નાગાજણ ગુજરીયા ચારણના ઝુપડેથી ૪ લીટર દેશી દારુ, ૨૦ લીટર આથો અને ભઠ્ઠીન સાધનો રેઇડ દરમ્યાન મળી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMજામનગરમાં મહિલા પર દુષ્કર્મનું ‘ઝાડું’ ફેરવનાર 'આપ'નો કાર્યકર જેલભેગો, DySp એ વિગતો આપી
May 23, 2025 05:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech