જમ્મુ કાશ્મીરમાં આવીને વસતા અન્ય રાજ્યોના લોકોને ફરીથી નિશાન બનાવવામાં આવ્યા છે. બટગુંડ ત્રાલમાં યુપીના એક મજૂર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, મજૂરને સામાન્ય ઈજા થઈ છે અને તેની હાલત સ્થિર છે.
જમ્મુ કાશ્મીરમાં અન્ય રાજ્યોમાંથી કામ કરવા આવતા લોકો પર હુમલાનો સિલસિલો ચાલુ છે. ગગનગીર, સોનમર્ગ બાદ હવે દક્ષિણ કાશ્મીરના બટગુંડ ત્રાલમાં યુપીના અન્ય બિન-સ્થાનિક મજૂર પ્રીતમ સિંહને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે.છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદીઓ સતત બીજા રાજ્યોમાંથી આવીને અહીં કામ કરતા લોકોને નિશાન બનાવી રહ્યા છે. ઓમર અબ્દુલ્લા સરકાર બન્યા બાદ જ આતંકવાદીઓએ આવા બે હુમલા કયર્િ હતા. 20 ઓક્ટોબરની મોડી રાત્રે ગાંદરબલના ગગનગીર વિસ્તારમાં આતંકવાદીઓએ બિન-કાશ્મીરીઓ પર ગોળીબાર કર્યો હતો. અંધાધૂંધ ગોળીબારમાં ટનલમાં કામ કરી રહેલા છ લોકો માયર્િ ગયા હતા. આ ઉપરાંત આ હુમલામાં એક ડોક્ટરનું પણ મોત થયું હતું. આ હુમલામાં 7 લોકોના મોત થયા હતા. આમાંના મોટાભાગના બહારના હતા.
17મી ઓક્ટોબરે પણ હુમલો થયો હતો
20 ઓક્ટોબર પહેલા આતંકવાદીઓએ 17 ઓક્ટોબરે પણ એક બિન-સ્થાનિક વ્યક્તિને નિશાન બનાવી હતી. શોપિયાં વિસ્તારમાં આતંકવાદીઓએ એક બિન-સ્થાનિક વ્યક્તિને ઠાર માર્યો હતો. મૃતકની ઓળખ બિહારના રહેવાસી અશોક ચૌહાણ તરીકે થઈ હતી, જે આ વિસ્તારમાં મકાઈ વેચતો હતો. ઓમર અબ્દુલ્લા સરકારે આવા હુમલાઓની નિંદા કરી છે. સીએમનું કહેવું છે કે રાજ્યમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રેઝિસ્ટન્સ ફ્રન્ટએ ગાંદરબલમાં આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. આ સંગઠન લશ્કર-એ-તૈયબાની બીજી પાંખ હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, આ સંગઠનના નેતાઓ પાકિસ્તાનમાં બેસીને ઘાટીમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર રચે છે. પાકિસ્તાન આ આતંકવાદી સંગઠનને ફંડ પણ આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech