પોરબંદરના ખેડૂતોને ઓનલાઇન ખરાઇ કરાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી આ મુદે મહેસુલ સચિવને રજુઆત થઇ છે.
પોરબંદર તાલુકા પંચાયતના સદસ્ય કેશુભાઇ સવદાસભાઇ ઓડેદરાએ મહેસુલ અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકા બધા જ ગામમાં જુનુ રેકર્ડ વ્યવસ્થિત નથી અને અમુક ગામમાં પાણીના પૂરને કારણે રેકર્ડ નાશ પામેલ છે. તેથી આપના દ્વારા એવી સૂચના આપવામાં આવે કે સને ૧૯૯૫થી જે ખાતેદારનું નામ ખેતીની જમીન નામ ચાલુ હોય તેને ખાતેદાર ગણવામાં આવે અને જુની જે ખાતેદાર દ્વારા જમીન ખરીદી કરેલ હોય તે જે તે રેવન્યુ સર્કલ ઓફિસર દ્વારા ખરાઇ કરીને નોંધ પ્રમાણિત કરીને નામ ચાલુ રાખવામાં આવેલ હોય અને તે સમયે ખાતેદાર કયા ગામના ખાતેદાર હતા તે વિગત હવે રેકર્ડમાં લખેલ ના હોય તો ખેડૂત કઇ રીતે ખાતેદાર છે. તે હવે ખેડુત જુનુ રેકર્ડ ઉપલબ્ધ નથી. એટલે તે મેળવી શકતો નથી અને આ રીતે નાના અને અભણ ખેડૂત હેરાન પરેશાન થાય છે. ખેડૂત માટે સને ૧૯૯૫ના રેકર્ડ આધારે જ ખાતેદાર ખેડૂત પ્રમાણપત્ર મળી રહે તે માટે આપના દ્વારા સૂચના કે પરિપત્ર કરી આપવા આપને અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech