ભાજપ અગ્રણી જયંતી સરધારા પરના હુમલા કાંડમાં ત્રણેક દિવસ દરમિયાન પોલીસ દ્રારા ચાલી રહેલી ફરિયાદમાં મુકાયેલા આરોપો સંદર્ભની તપાસમાં પોલીસને જ ઠોસ પુરાવા કે કડી મેળવવી કપરી બની છે, કારણ કે જે રીતે આરોપો મુકાયા છે તે મુજબ સીસીટીવીમાં આવા કોઇ બધં બેસતા પુરાવાઓ મળતા નથી. હથિયાર કયાંક દેખાયું જ નથી અને હવે એવી પણ વાત ચાલી છે કે, જે રીતે હત્યાના પ્રયાસનો આરોપ મુકાયો છે તે મુજબની ઇજા પણ પુરવાર થઇ શકે કે કેમ ? તે મુદ્દે પોલીસ મુંઝવણમાં કે ગોટે ચડી છે. બીજી તરફ આરોપી પીઆઇ પાદરિયાએ પણ તપાસનીસ એસીપીને સંબોધીને અરજી કરી છે જેમાં તટસ્થ અને ન્યાયીક તપાસ કરવા માટેની માગણી સાથેના મુદા ટાંકયા છે.
મવડી–કણકોટ રોડ પર પાર્ટી પ્લોટમાં સોમવારને સાંજે લ પ્રસંગમાં જયંતી સરધારા અને પીઆઇ સંજય પાદરિયા વચ્ચે બોલાચાલી થઇ હતી તેમાં જયંતી સરધારાએ પાદરિયાનો કાંઠલો પકડીને લાત મારી હતી ત્યાં હાજર અન્ય લોકોએ બન્નેને છોડાવ્યા હતાં ત્યારબાદ બહાર પાકિગમાં મારામારી થઇ હતી અને સરધારાને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતાં. ત્યાં તાલુકા પોલીસે સરધારાની ફરિયાદ આધારે રિવોલ્વર જેવા હથીયારનો કુંદો મારીને ઇજા પહોંચાડી હત્યા કરવાના પ્રયાસ તેમજ જાનથી મારી નાખવાની ધમકી માર્યાના આરોપસર ફરિયાદ નોંધાવી હતી. જે તે સમયે પોલીસે ફરિયાદ નોંધી લીધી હતી પરંતુ જે રીતે બનાવ બાદ સીસીટીવી ફત્પટેજ વાયરલ થયા તેમાં જયંતી સરધારાએ પ્રથમ પાર્ટી પ્લોટની અંદર જે રીતે કાંઠલો પકડયો અને લાત ફટકારી હતી તેને લઇને મામલો બિચકયો હોય શકે તેવું આ સીસીટીવી જોનારામાં ચર્ચાયું હતું અને પોલીસ પણ સીસીટીવીમાં કયાંય હથિયાર દેખાયું ન હોય તેવું હવે છાનેખુણે વાત કરતી કે બોલતી થઇ છે.
બીજી તરફ સમગ્ર ઘટનામાં ફરિયાદ બાદ પાદરિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુનામાં વોન્ટેડ સસ્પેન્ડેડ પીઆઇ પાદરિયાએ એસીપીને સંબોધીને અરજી કરી છે. તેમાં એવું જણાવાયું છે કે, ગત તા.૨૫ના રોજ પોતે રાત્રીના સવા આઠ વાગ્યા બાદ કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટમાં રમેશભાઇ ગીરધરભાઇ ખુંટના પુત્રના લમાં પહોંચ્યા હતાં ત્યાં જયંતી સરધારા પણ હાજર હતા. અમારા બન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી ત્યારબાદ ફંકશનની બહાર નીકળી ગયો હતો. જયંતીભાઇ બહાર આવતા ત્યાં બન્ને વચ્ચે સામાન્ય ઝપાઝપી થઇ હતી. પોતાની પાસે હથિયાર હતું નહીં અને હથિયારના કુંદાથી માર માર્યાની વાત ખોટી છે.
અરજીમાં એવું પણ જણાવ્યું છે કે, જે તે સમયે માથાકુટ થઇ ત્યારે ત્યાં કમલેશભાઇ ગોવિંદભાઇ કાસુન્દ્રા, પ્રકાશ ગોવિંદભાઇ સાવલિયા, મંથનભાઇ દિનેશભાઇ મારકણા, ધ્રુવભાઇ રાજુભાઇ મારકણાની પુછપરછ કરી તેઓના નિવેદન લેવા પણ તેમજ ફંકશનમાં હાજર અન્ય મહેમાનો, ત્યાંના ફોટાગ્રાફસ અને વિડીયો શુટિંગ પણ ચાલુ હતું તે પુરાવા રુપે કબજે લેવા માગણી કરાઇ છે. શ્યામ પાર્ટી પ્લોટમાં ૬૪ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તે ફત્પટેજ પણ પોલીસે કબજે લેવા જોઇએ. ડોકટરનો મેડીકલ અભિપ્રાય મેળવી તટસ્થ તપાસ કરવાની માગણી કરાઇ છે. પોલીસની હવે કઇ રીતે અને અત્યારે શું તપાસ થઇ રહી છે તે બાબતે સંપર્ક સાધતા તપાસ ચાલુ છેની વાત સિવાય વિસ્તૃત કાંઇ માહિતી આપવા તૈયાર નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMકટારીયા ચોક આઈકોનીક બ્રિજના કામે ૧૧ મિલકતો કપાતમાં; નોટિસ
April 11, 2025 03:02 PMવારાણસી એરપોર્ટ પર ઉતરતા જ પીએમ મોદીએ પોલિસ કમિશનર પાસે ગેંગ રેપ કેસનો ખુલાસો માંગ્યો
April 11, 2025 02:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech