ભાયાવદરના જામવાડી ચેકડેમમાંથી બે મહિના પૂર્વે મળેલી પુરુષની લાશનો ભેદ ભાયાવદર પોલીસે ઉકેલી નાખ્યો છે. આ બનાવ અકસ્માતનો નહીં પણ મહિલાની છેડતીના કારણે હત્યાનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યાના બનાવમાં સંડોવાયેલ મુખ્ય સુત્રધાર અને એક સગીરની અટક કરી તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, જીલ્લા પોલીસવડા હિમકર સિંહ ,ધોરાજીના ડીવાયએસપી સીમરન ભારદ્રાજ આ બનાવનો ભેદ ઉકેલવા સુચના આપી હતી. જેને લઇ ભાયાવદર પીઆઈ વી.એમ.ડોડીયા સહિતનો સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન આ લાશ દિતિયા ઉર્ફે દિનેશની હોવાનું બહાર આવ્યા બાદ તેમની હત્યા કોણે કરી ? શા માટે કરી ? તે મુદ્દે બનાવની ભીતરમાં ગયેલી પોલીસને ટેકનીકલ સોર્સના આધારે ધારજી ફતીયા ગુલશનભાઈ બામનીયા (રહે.હાલ અરણીગામ રમેશભાઈ ગોકળભાઈ કાછડીયાની વાડીએ મુળ રહે.કાલીયાવાવ તા.ભાભરા જી.અલીરાજપુર (એમ.પી.) તેમજ કાયદાના સંઘર્ષમા આવેલ સગીર (રહે.કાલીયાવાવ તા.ભાભરા જી.અલીરાજપુર (એમ.પી.)એમ બંનેની પોલીસે અટક કરી આગવી ઢબે પૂછપરછ કરતા બંનેને દિનેશની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.
દરમિયાન ધારજીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની પત્નીનો હાથ પકડીને દિનેશે ઓરડીમાં ઢસડીને લઇ ગયો હતો જેથી ઝગડા થયો હતો. તેનો ખાર રાખીને બંનેએ એક સંપ કરીને દીતીયાને ગળે ટુંપો આપી લાશને ખેતરની બાજુના જામવાડી ચેકડેમમાં ફેંકી દઈને બનાવને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech