ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની આજે પહેલી મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટોસ જીતી આયર્લેન્ડ ટીમે પહેલા બેટિંગ કરવા નિર્ણય કર્યો હતો. 50 ઓવરના અંતે આયર્લેન્ડની ટીમે 7 વિકેટ ગુમાવી 234 રન કયર્િ હતા અને ભારતીય ટીમને 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આયર્લેન્ડની ટિમમાંથી ગાબી લેવીશએ સર્વિધિક 129 બોલમાં 92 રનની કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. જયારે લેહ પોલએ 73 બોલમાં 59 રન ફટકાયર્િ હતા. જયારે ભારત તરફથી પ્રિયા મિશ્રાએ 9 ઓવરમાં 56 રન આપી બે વિકેટ ઝડપી હતી. તીતસ સાધુ, સાયલી સાઠગારે અને દીપ્તિ શમર્એિ એક એક વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરવામાં ઉતરેલી આયર્લેન્ડ ટીમએ પ્રથમ ચાર વિકેટ 56 રનમાં ગુમાવી દીધી હતી. બાદમાં કેપ્ટન ગાબી લેવીશએ પારી સંભાળી સ્કોર આગળ વધાર્યો હતો. રાજકોટ ખંઢેરી સ્ટેડિયમ ખાતે મહિલા ક્રિકેટ ટીમનો પ્રથમ વખત મેચ હોવાથી એન્ટ્રી ફી ની:શુલ્ક રાખવામાં આવી હતી જેથી મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ અને શાળાના વિધાર્થીઓ તેમજ કોલેજીયનો મેચ જોવા ઉમટી પડ્યા હતા. ગ્રાઉન્ડમાં ક્રિકેટ ફીવર જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે, ભારતને આયલેન્ડની મહિલા ક્રિકેટ ટિમ વચ્ચે ત્રણ વન-ડે મેચ રાજકોટના જ ખંઢેરી સ્ટેડિયમમાં રમાવાની છે.
ભારતીય ટીમ પ્લેઇંગ-11
સ્મૃતિ મંધાના (કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલિન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, તેજલ હસબનીસ, રિચા ઘોષ (વિકેટકીપર), દિપ્તી શમર્િ (વાઇસ કેપ્ટન), સાયલી સતઘરે, સાયમા ઠાકોર, પ્રિયા મિશ્રા અને તિતાસ સાધુ.
આયર્લેન્ડ ટીમ પ્લેઇંગ-11
ગેબી લેવિસ (કેપ્ટન), સારાહ ફોર્બ્સ, એના રેમન્ડ, ઓલર્િ પ્રિન્ડરગાસ્ટ, લૌરા ડેલની, લીહ પોલ, કુલ્ટર રીલી (વિકેટકીપર), આર્લિન કેલી, જ્યોર્જિયા ડેમ્પસી, ફ્રેયા સાર્જન્ટ અને એમી મેગુઇર.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech