ત્રણ સામે ગુનો
દ્વારકા તાલુકાના ટૂંપણી ગામે આવેલા ચામુંડા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં આલ્કોહોલ મિશ્રિત કેફી પીણું વેચાતું હોવાની જાણ સ્થાને પોલીસને થતાં આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દુકાનમાંથી પોલીસને હેન્ડ રબની આડમાં ગ્રીન એપલ હેન્ડ રબ તથા ઓરેન્જ હેન્ડ રબની 74 બોટલ મળી આવી હતી. ઉપરોક્ત બોટલમાં શારીરિક રીતે હાનિકર્તા એવું નશાકારક પીણું મિશ્રિત હોવાથી તેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોવાનું ખુલવા પામ્યું છે.
આથી પોલીસે રૂ.11,100 ની કિંમતની 74 બોટલ કબજે લઈ, આ પ્રકરણમાં ખંભાળિયાના રહીશ ચિરાગ થોભાણી તેમજ તેની સાથેના અન્ય એક શખ્સ ઉપરાંત ટૂંપણી ગામના સવદાસ કરસન પોપણીયા નામના ત્રણ શખ્સો સામે સમાજમાં નશાની બદી ફેલાવવા સબબ ગુનો નોંધી, ભારતીય ન્યાય સહિતા તેમજ પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે.
જમીનમાં ભાગ લેવા માટે કૌટુંબિક શખ્સોએ ઉચ્ચારી મારી નાખવાની ધમકી
દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે રહેતા હરિયાભાઈ મોરી નામના 44 વર્ષના રબારી યુવાનની સીમ વિસ્તારમાં આવેલી ખેતીની જમીનમાં ભાગ લેવા માટે આ જ ગામે રહેતા આરોપી રામદે ભોંડાભાઈ મોરી, સોમા જીવણભાઈ મોરી અને ડેપા ભોંડાભાઈ મોરી નામના ત્રણ શખ્સોએ ફરિયાદી હરિયાભાઈ જો તેમની જમીનમાંથી ભાગ નહીં આપે તો તેમને તેમજ શિવમને જાનથી મારી નાખવાની ધમકી તેમના સગા સંબંધીઓને આપી હોવા અંગેની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
પત્ની સાથે સામાન્ય બાબતની બોલાચાલી બાદ રામનગરના યુવાને આપઘાત કર્યો
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલા ગુંદમોરા ખાતે રહેતા સુરેશભાઈ બાબુભાઈ હરિયાણી નામના 24 વર્ષના યુવાને શનિવારે પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતક સુરેશભાઈને તેમના પત્ની સાથે છોકરાને રાખવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતનું તેમને મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ દેવશીભાઈ હરિયાણીએ અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech