ગઇકાલે 35 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ગામડામાં વરસાદ વરસાવ્યા બાદ ગઇકાલે વિરામ રાખ્યો હતો, જામનગર શહેરમાં ઝરમર-ઝરમર વરસાદના ઝાપટા પડયા હતાં જયારે દ્વારકામાં પણ બે વખત ઝાપટા પડયા હતાં, આજે પણ વરસાદી વાતાવરણ નથી ત્યારે ખેડુતો ખેતીકામમાં લાગી ગયા છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 30.4 ડીગ્રી, લઘુતમ તાપમાન 27 ડીગ્રી, હવામાં ભેજ 86 ટકા અને પવનની ગતિ 30 થી 35 કિ.મી. પ્રતિકલાક રહી હતી. જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે.
કાલાવડ અને જામજોધપુરમાં મોટાભાગે કપાસ અને મગફળીનું વાવેતર વધુ થાય છે, બંને તાલુકામાં સારો વરસાદ થયો છે, જો કે આ વખતે સોળઆની વર્ષ થાય તેવી પણ શકયતા છે, દેવભુમિ દ્વારકા જિલ્લામાં તો કલ્યાણપુર, દ્વારકા અને ખંભાળીયામાં મોસમનો કુલ વરસાદ 55 ઇંચ આસપાસ પહોંચી ગયો છે, કેટલાક ખેતરોમાં પાણી ભરાયા છે ત્યારે ખેડુતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યુ હતું તેમાં ભારે નુકશાન થયું છે.
કપાસના પાકમાં ચુસીયા જીવાતનું પ્રમાણ વઘ્યું હોવાનું પણ જાણવા મળે છે, જો કે હજુ ચોમાસુ 70 ટકા બાકી છે, હાલારના બંને જિલ્લાનાઓના ડેમો ભરાઇ ચૂકયા છે ત્યારે વધુ વરસાદ થશે તો નુકશાન થવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપેપર ખોલાવનારાઓનુ પરિણામ બોર્ડે વેબસાઈટ પર મૂકી દીધું: રૂબરૂ જવાબ નહી મળે
June 10, 2025 09:54 AMસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં સરકારે નવી 163 જગ્યા ઊભી કરી
June 10, 2025 09:51 AMરાજકોટ જિલ્લામાં ટીબીના નવા 356 કેસ જિલ્લા પંચાયતે શોધી કાઢ્યા
June 10, 2025 09:49 AMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech