101 બોટલ બ્લડ ડોનટ થયું: ગાર્ડન ખાતે વોકિંગ કરવા આવતા વડીલો એ કહ્યું કે એટલી વહેલી સવારે છ વાગ્યે પરિવાર સાથે ગાર્ડન ખાતે રક્તદાન કરવા ઉમટી પડેલા લોકોને પહેલી વાર જોયા: ખંભાળિયા ગાર્ડન ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પનું સુંદર આયોજન: શહેરના પ્રબુદ્ધ નાગરિક દ્વારા બનાવવામાં આવેલો ગાર્ડન ગ્રુપ દ્વારા બગીચે એક દિવસ વોકિંગ કરવાના બદલે રક્તદાન કરવાની અનોખી પહેલ શરૂ કરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખાતે ખંભાળિયા ખાતે જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં હાલ લોહીનો સ્ટોર નહીવત થઈ ગયો હોય ત્યારે જિલ્લાભરમાંથી આવતા દર્દીઓ, ખાસ કરીને થેલેસેમિયા ના દર્દીઓ તેમજ પ્રસુતિ માટે આવતી મહિલાઓ તેમજ અકસ્માતે આવતા દર્દીઓને જ્યારે ઇમરજન્સી લોહીની જરૂર ઊભી થાય ત્યારે જનરલ હોસ્પિટલમાં લોહીની બ્લડ બેન્ક માં કમી હોવાના કારણે દર્દીઓ તેમજ સગા વાલાઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં પડી જાય છે આ કફોડી સ્થિતિ ખંભાળિયા ગાર્ડન ગ્રુપ ને ધ્યાનમાં આવતા ગઈકાલે બ્લડ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારથી જ ગાર્ડન ગ્રુપના મિત્રો તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી નાગરિકો બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હતા.
ખંભાળિયાની અંદર ઐતિહાસિક કહી શકાય તેવી આ ઘટના વહેલી સવારે 06:00 વાગ્યે લોકો ચાલવાના બદલે ગાર્ડન ખાતે આવી પરિવાર સાથે ભાઈઓ બહેનો બ્લડ આપવાનું શરૂ કર્યું હતું આ તકે ગાર્ડન ગ્રુપના મિત્રો દ્વારા ચા પાણી અને નાસ્તાની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી હતી ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતેથી પધારેલી મેડિકલ ટીમ એ અને ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમારી ધ્યાને આ પ્રથમ ઘટના છે કે લોકોએ છ વાગ્યાથી ઉત્સાહભેર બ્લડ ડોનેશન માટે પહોંચ્યા હતા તેમજ આ તકે વહેલી સવારે ખંભાળિયા પાલિકાના બગીચામાં વર્ષોથી ચાલવા આવતા વડીલો એ પણ બ્લડ કેમ્પ ની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે અમે વર્ષોથી ગાર્ડનમાં ચાલીએ છીએ પણ આવું આયોજન અને એટલી વેહલી સવારમાં લોકો આવ્યા એ પહેલી વાર જોયું.
સવારે વોકિંગ કરવાના બદલે રક્તદાન કરી આ અનોખી પહેલ કરવાનો આયોજન બિરદાવ્યું હતું આ ભવ્ય આયોજન 101 બોટલ ડોનેટ થયું હતું ગાર્ડન ગ્રુપના દ્વારા આવા કેમ્પો સમાઅંતરે થતા રહેશે તેમ જણાવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેરના વેપારીઓ ,ડોક્ટરો, સામાજિક કાર્યકરો, નોકરિયાત વર્ગ, પત્રકારો સહિત વિવિધ ક્ષેત્ર જોડાયેલા પ્રબુદ્ધ અને જાગૃત નાગરિક દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવાની નેમ સાથે ગાર્ડન ગ્રુપ બનાવવામાં આવ્યું છે જે આગામી દિવસોમાં રક્તદાન, આરોગ્ય સહિતની વિવિધ સેવાકીય પ્રવૃતિઓમા જોડાયેલું રહેશે શહેરના અગ્રણીઓએ આ કાર્યને બિરદાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech