ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ ૧૪ વર્ષની સગીરાને બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો

  • May 12, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રૈયાધાર વિસ્તારમાંથી ૧૪ વર્ષની સગીરાને બદકામ કરવાના ઇરાદે ભગાડી તેણીને મિત્રની ઓફિસે લઇ ગયો હતો. બાદમાં તે સગીરાને પોતાને ઘરે મૂકી નાસી ગયો હતો.ત્યારબાદ તેના બહેન બનેવીએ સગીરાને તેના પરિવારને સોંપી હતી. આ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી યુનિ.પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.


રૈયાધાર વિસ્તારમાં રહેતાં ૪૨ વર્ષીય મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તૌકિર રહેમાન ભાડુલા (રહે. રાજકોટ) નું નામ આપતાં યુની. પોલીસે અપહરણ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓના સંતાનમાં ૧૪ વર્ષની સગીર દિકરી છે. જે ગઈકાલે સવારે ઘરે હતી જે બાદ તેણી ૧૦ વાગ્યાથી ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી.જે બપોરના ત્રણ વાગ્યા સુધી ઘરે ન પહોંચતા પરીવારે તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા યુની. પોલીસ મથકે પહોંચી બનાવ અંગે જાણ કરી હતી. જે બાદ પીઆઈ એચ.એન.પટેલ અને ટીમે તપાસ શરૂ કરી હતી.


દરમિયાન રાતના ૧૦ વાગ્યાની આસપાસ આરોપી તૌકિરના બહેન-બનેવીની સગીરાના પરીવાર પર ફોન આવ્યો હતો કે, તમારી પુત્રી અમારા ઘરે છે, તેણીને તમે લઈ જાવ, જે બાદ પોલીસ આરોપીના ઘરે પહોંચી હતી અને સગીરાનો કબ્જો લીધો હતો. જ્યારે આરોપી ફરાર થઇ ગયો હતો. જે બાદ સગીરાને પોલીસ મથકે લઈ જઈ પૂછતાછ કરી હતી.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, સગીરા અને આરોપી ચાર મહિના પહેલાં ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યાં હતાં. જે બાદ બંને વાતચીત કરતાં હતાં. દરમિયાન ગઈકાલે આરોપી સગીરાને ભગાડી જઈ તેમના મિત્રની ઓફિસે લઈ ગયો હતો અને અડપલાં કર્યાનું પ્રાથમિક સામે આવ્યું છે. જે બાદ પોલીસે મોડી રાતે જ આરોપી તૌકિરની ધરપકડ કરી હતી. હાલ એસસીએસટી સેલ એસીપી ચિંતન પટેલ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સગીરનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે.બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application