સાગર પરમાર
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ અને ઝનાના બ્લોકમાં નિયમ મુજબ બેડની સંખ્યા સામે આઈસીએનની ઘટ હોવાથી દર્દીઓમાં ઇન્ફેકશન લાગવા સહિતની બાબતોને ધ્યાનમાં રાખી આજકાલ દ્રારા અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો જે અહેવાલના પગલે ચાર આઈસીએનની નિમણુકં કરી વિભાગની કામગીરી સોંપતો ઓર્ડર સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્રારા કરવામાં આવ્યો છે.
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ અને એમસીએચ (ઝનાના) બ્લોક મળી ૨૫થી વધુ વિભાગ–વોર્ડમાં ૧૬૫૦ બેડ વચ્ચે માત્ર ત્રણ જ આઈસીએન (ઇન્કફેશન કંટ્રોલ નર્સ) હોવાથી ઇન્ફેકશન રોકવા, વોર્ડ કલીનીગ, બાયોમેડિકલ વેસ્ટ સહિતની ચોક્કસ કામગીરી નિયમ મુજબ અને નિયત સમયે થતી ન હોવાથી આરોગ્ય વ્યવસ્થામાં બેદરકારીની સાથે સાથે દર્દીઓને ઇન્ફેકશન લાગવાની શકયતા નકારી શકાતી નહતી. નિયમ મુજબ ૧૫૦ બેડએ એક આઈસીએન હોવા ફરજીયાત છે પરંતુ છેલ્લા ઘણા વર્ષેાથી ૧૬૫૦ બેડ વચ્ચે માત્ર ત્રણ આઈસીએન કામગીરી કરી રહ્યા હતા. આ અંગે આજકાલ દ્રારા વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યાના દિવસોમાં જ હોસ્પિટલ તત્રં દ્રારા આઈસીએનની જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી અને ગઈકાલે ઓફિશિયલ ઓર્ડર કરી ત્રણ ઉપરાંત વધારાના ચાર સિનિયર નસગ કર્મચારીઓને આઈસીએન તરીકે નિમણુકં આપી પીડીયું અને ઝનાના વચ્ચે સાત આઈસીએનનું મહેકમ ભરવામાં આવ્યું છે.
જેમાં પીડિયાટિ્રકમાં બે (એમસીએચ), ઓપીડી, બન્ર્સ અને પ્રિઝનર, ગાયનેક, પીએમએસએસવાય બ્લોક, ઇમર્જન્સી અને સાઈકેટ્રીક વિભાગમાં એક અને એમસીએચ (ઝનાના)ના ૧થી ૩ લોરમાં કામગીરી વહેંચવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈસીએનને પોતાની ફરજ સિવાય પણ મેટ્રન ઓફિસ સહિતના વધારાના કામ પણ કરાવવામાં આવતા હોવાથી નિયમિત વિભાગ–વોર્ડમાં રાઉન્ડ લઇ શકાતો નહતો. જેના કારણે વોર્ડમાં બાયોમેડિકલ વેસ્ટ, સફાઈ, દવાઓ, નસગ કર્મચારીઓના ડ્રેસિંગ સેન્સ સહિતનું આડેધડ ચાલી રહ્યું હતું જે સુપ્રિન્ટેન્ડેન્ટના રાઉન્ડ દરમિયાન વખતો વખત સામે આવ્યું હતું. પરંતુ પીડીયુ અને ઝનાનામાં નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટની જગ્યા ખાલી હોવાથી ઇન્ચાર્જના હવાલે આઈસીએનની જગ્યા ભરવામાં આવતી નહતી અંતે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ ખાલી જગ્યાઓ પર તાકીદે નિમણુકં કરાવી છે. આ સાથે ફરજ પરના બેજવાબદાર ઇન્ફેકશન કંટ્રોલ ઓફિસરને પણ પોતાની કામગીરીની પૂર્તતા કરે એ પણ એટલું જ જરી છે
રોટેશન પ્રકિયા થાય તો સિસ્ટમ ખોરંભે ચડવાની ભીતિ
ગઈકાલે પીડીયુ અને ઝનાનામાં ત્રણ આઈસીએનની જગ્યા વધારી વધુ ચાર નવા સિનિયર નસગ સ્ટાફને આઈસીએનની જવાબદારી સોંપતો ઓર્ડર કરવામાં આવ્યો છે. ત્યારે મૌખિક એવું કહેવામાં આવ્યું છે કે, જે ટિન આઈસીએન તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમણે નવા ચાર સિનિયર નસગ સ્ટાફને ૯૦ દિવસ સુધી પોતાના વિભાગની આઈસીએન તરીકે જે કામગીરી કરવામાં આવી રહી છે તે શીખવવાની રહેશે, ૯૦ દિવસ બાદ જે આઈસીએન હતા તેમને જે–તે વોર્ડમાં ફરજ બજાવવાની રહેશે. અને જે સિનિયર નસગ કર્મચારીઓ ૯૦ દિવસ પુરા કરશે તેમણે તેના પછી સિનિયોરીટી મુજબના સ્ટાફને શીખવવાનું રહેશે, આમ રોટેશન મુજબ આઈસીએનની કામગીરી કરવા માટેની મૌખિક જાણ કરવામાં આવી છે. જો કે જે આઈસીએન પોતાના વિભાગમાં કામગીરી કરી રહ્યા હતા એ માત્રને માત્ર વધારાની કામગીરીના બર્ડન અને પૂરતા સહયોગી આઈસીએન ન હોવાથી મુખ્ય કામગીરી કરી શકતા નહતા. પરંતુ જો રોટેશન પ્રક્રિયા કરવામાં આવે તો દર ત્રણ મહિને નવા કર્મચારીને એકડો ઘુંટવો પડે અને તેની અસર સિસ્ટમ પર પડી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech