ચૂંટણી પંચે અંતિમ તારીખના એક દિવસ પહેલા ગઈકાલે ચૂંટણી બોન્ડ અંગે એસબીઆઈ તરફથી પ્રા ડેટા અપલોડ કર્યેા હતો. બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ઉધોગોએ પણ બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. વિગતો અનુસાર રાયની ટોરેન્ટ, ઝાયડસ, ઇઈન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ આ યાદીમાં થાય છે. તો બીજી તરફ જાણીતી કંપની અરવિંદ, નિરમાનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાત રાયમાંથી સૌથી વધુ બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે. આ યાદીમાં કેટલાક વ્યકિતગત રીતે બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
ચૂંટણી પંચે એસબીઆઈ દ્રારા આપવામાં આવેલા ઈલેકટોરલ બોન્ડની માહિતી બે ભાગમાં રાખી છે. ચૂંટણી સંસ્થાના ડેટા અનુસાર, જે કંપનીઓએ ઈલેકટોરલ બોન્ડ ખરીધા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લમી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા ડબલ્યુ, વેલસ્પન અને સન ફાર્માનો સમાવેશ થાય છે. જો કે ખાસ વાત એ છે કે ઈલેકટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં અદાણી, ટાટા અને અંબાણીની કંપનીઓ સામેલ નથી.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં, એસબીઆઈએ કહ્યું હતું કે ૧ એપ્રિલ, ૨૦૧૯ અને ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૪ વચ્ચે વિવિધ કિંમતના કુલ ૨૨,૨૧૭ ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. તેમાંથી ૨૨,૦૩૦ રાજકીય પક્ષો દ્રારા વટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે, એસબીઆઈએ મંગળવારે ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ દ્રારા રાજકીય પક્ષોને દાન આપનારાઓની વિગતો આપી દીધી હતી
ગુજરાતની કઈ કંપનીએ કેટલા બોન્ડની ખરીદી કરી
ટોરેન્ટ જૂથ ૧૮૪ કરોડ રૂપિયા
વેલસ્પન જૂથ પપ કરોડ રૂપિયા
લમી મિત્તલ ૩૫ કરોડ રૂપિયા
ઈન્ટાસ ૨૦ કરોડ રૂપિયા
ઝાયડસ ૨૯ કરોડ રૂપિયા
અરવિંદ ૧૬ કરોડ રૂપિયા
નિરમા ૧૬ કરોડ રૂપિયા
એલેમ્બિક ૧૦ કરોડ રૂપિયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech