નવેમ્બર મહિનામાં રાય સરકાર દ્રારા જંત્રીમાં સૂચિત દર વધારો જાહેર કરવામાં આવ્યો હતો આ વધારાને લઈને રાય વ્યાપી વિરોધના સુર ઊઠા હતા જેને લઈને વાંધા સૂચનો મંગાવાયા હતા. આ મળેલા સૂચનોના આધારે આગામી દિવસોમાં મળનાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નિયમ ૪૪ હેઠળ જંત્રી ઘટાડાને લઈને જાહેરાત કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે આ ઘટાડો કયાં અને કેટલો હશે તે હજુ સુધી જાણી શકાયું નથી. વાંધા–સૂચનો મોકલવાની પ્રક્રિયા તા. ૨૦ મી જાન્યુઆરીના દિવસે પુરી થઇ ગઇ છે. આવા સંજોગોમાં નવા જંત્રી દર વધારવા માટેના સૂચનો માટે કુલ ૧૧૦૪૬ સૂચનો આવ્યા છે. આ વાંધા સૂચનો પૈકી જંત્રી દર ઘટાડવા માટે વધારે ૬૭૫૩ અરજીઓ આવી છે અને ૧૭૫૫ અરજીઓ જંત્રી દર વધા૨વા માટે મળી છે ત્યારે જંત્રી દર ઘટાડવા માટેની મળેલી વ્યાપક અરજીને ધ્યાનમાં રાખીને સરકાર જંત્રી દર ઘટાડશે તે વાત ચોક્કસ છે. આગામી વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સરકાર દ્રારા જંત્રી વધારા માટે સૂચિત જંત્રી દર જાહેર કરવામા આવ્યા છે. આ સૂચિત જંત્રી દરમાં ઘટાડો થાય તેવી શકયતા છે. આવા સંજોગોમાં જંત્રી દર બાબતે રાયસરકાર દ્રારા મંગાવેલા વાંધા સૂચનોની મર્યાદા તા. ૨૦ મી જાન્યુઆરી પુરી થઇ ગઇ છે. જેમાં ૧૧૦૪૬ વાંધા સૂચનો આવ્યા છે,જે પૈકી ૬૭૦૦ જંત્રી દર ઘટાડવા માટે આવ્યા છે અને જંત્રી દર વધારવા માટે ૧૭૫૫ અરજીઓ આવી છે. જયારે સર્વે નંબર ખોટા વેલ્યુઝોન માં સમાવેશ કરવા સામે ૯૪ અને સર્વે નંબરનો સમાવેશ થયો છે.પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર. વાંધા–સૂચનો ની અરજી આવી છે. જંત્રી સામે સૂચનો માટે સૌથી વધારે અમદાવાદમાંથી ૨૧૭૯ અને સૌથી ઓછી તાપી જિલ્લ ામાંથી ૭ અરજીઓ આવી છે. હવે જે જિલ્લ ા કક્ષાએ વાંધા સૂચનો મળ્યા છે તે વાંધા સૂચનો સ્ટેમ્પ ડયૂટી દ્રારા મળ્યા અને સૂચનોની પ્રાથમિક ચકાસણી ૧૫ દિવસમાં કરવામાં આવશે. આ પછી આ સૂચનોનો અહેવાલ રાય સરકારને મોકલાશે. રાય સરકાર ફેબ્રુઆરીમાં મળનારા વિધાનસભા સત્ર દરમિયાન નિયમ ૪૪ હેઠળ જાહેરાત કરી શકે છે. એક બાબત સ્પષ્ટ્ર થઇ ગઇ છે કે,જંત્રી દર ઘટશે ખરી પણ કયાં કેટલી ઘટશે તે નક્કી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલથી રાઇટ ટુ એજ્યુકેશન માટે એક માત્ર દિકરી હોવાનું સર્ટિફિકેટ આપશે મહાપાલિકા
February 27, 2025 02:53 PMહોમગાર્ડ જવાનને લૂંટનાર ટોળકીએ ત્રણ ઘર, વાહનોમાં તોડફોડ કરી'તી
February 27, 2025 02:51 PMયુવતીના નામનું ફેક ઇન્સ્ટા. આઈડી બનાવી તેમાં બીભત્સ શબ્દો લખ્યા
February 27, 2025 02:50 PMલક્ષ્મીનગરમાં યુવાન પર કૌટુંબિક સગા પિતા-પુત્રોનો છરી વડે હુમલો
February 27, 2025 02:48 PMચૌધરી હાઇસ્કૂલ સામે આવેલા મણીયાર દેરાસમાં રાત્રીના ચોરી: જૈન સમાજમાં રોષ
February 27, 2025 02:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech