અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત ટી-20 વર્લ્ડ કપ 2024 હવે સેમીફાઈનલ સુધી પહોચી ગયો છે. હવે તમામ મહત્વની મેચો વેસ્ટ ઈન્ડિઝમાં જ યોજાશે. બીજી સેમિફાઇનલ મેચ આજે ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. ગત વર્લ્ડ કપ 2022ની સિઝનની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવીને બહાર કરી દીધું હતું. આવી સ્થિતિમાં રોહિત પાસે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ પાસેથી બદલો લેવાની સુવર્ણ તક છે. ઉપરાંત, રોહિત બ્રિગેડ પાસે એક દાયકા કરતાં વધુ સમયથી નોકઆઉટ તબક્કામાં ચાલી રહેલ હારનો સિલસિલો તોડવાની તક છે.
છેલ્લી વખત આ બંને ટીમો આ ટૂનર્મિેન્ટની સેમિફાઈનલમાં ટકરાયા હતા, ત્યારે ઈંગ્લેન્ડે 2022માં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. હવે પ્રોવિડન્સ સ્ટેડિયમની સંભવિત પરિસ્થિતિઓને જોતા, રોહિત શમર્િ અને તેની ભારતીય ટીમ બદલો લેવા માટે તૈયાર દેખાય છે.શરૂઆતની મેચથી જ સ્પ્નિરોએ અહીં બોલિંગનો રંગ જમાવ્યો છે. ભારતના કુલદીપ યાદવ અને ઈંગ્લેન્ડના આદિલ રાશિદ જેવા ખેલાડીઓ નોકઆઉટ મેચમાં પોતાનું કૌશલ્ય દશર્વિવા આતુર હશે. આવી સ્થિતિમાં બધાની નજર આ બંને પર રહેશે.
આ મેદાન પર ઝડપી બોલરોને પણ સફળતા મળી છે. અફઘાનિસ્તાનના ઝડપી બોલર ફઝલહક ફારૂકીએ ટુનર્મિેન્ટની શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડ સામે પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રસપ્રદ વાત એ છે કે 8મી જૂન પછી અહીં કોઈ મેચ રમાઈ નથી.તે દિવસે વેસ્ટ ઈન્ડિઝે યુગાન્ડા સામે આસાન વિજય નોંધાવ્યો હતો. આનાથી ક્યુરેટરને આ હાઇ પ્રોફાઇલ મેચ માટે યોગ્ય પિચ તૈયાર કરવા માટે વધારાનો સમય મળ્યો. સુપર-8 સ્ટેજમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ સેમિફાઇનલના ભારે દબાણ હેઠળ કુદરતી ભૂલો થાય છે.
રોહિત અને કોહલી બંને માટે ભારતની જર્સીમાં ટી20 વર્લ્ડ ટાઈટલ જીતવાની આ કદાચ છેલ્લી તક છે અને બંને પોતાની છાપ છોડવા માટે ઉત્સુક હશે. રોહિતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે વ્યક્તિગત સિદ્ધિઓને ધ્યાનમાં લીધા વિના પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરવાનો ઇરાદો ધરાવે છે જે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ સ્પષ્ટ હતું. શિવમ દુબેએ મિડલ ઓર્ડરમાં અપેક્ષા મુજબ બેટિંગ કરી નથી અને તે લેગ સ્પ્નિર રાશિદ સામે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
બીજી તરફ ઈંગ્લેન્ડનું અભિયાન ઉતાર-ચઢાવથી ભરેલું હતું. તેઓ સુપર આઠમાં સાઉથ આફ્રિકા સામે હારી ગયા હતા પરંતુ પછી બધું જ પલટાઈ ગયું હતું. કેપ્ટન બટલરે ઇંગ્લેન્ડની છેલ્લી સુપર-8 મેચમાં રન બનાવ્યા હતા અને ભારતીય હુમલાથી પરિચિત હોવાને કારણે તે મેચ બદલાતી ઇનિંગ્સ રમવા માટે સારી સ્થિતિમાં છે.
તેનો ઓપનિંગ પાર્ટનર સોલ્ટ ખૂબ જ ઝડપથી રમતને વિપક્ષથી દૂર લઈ શકે છે અને ભારતે તેને પાવરપ્લેમાં આઉટ કરવો પડશે. જોની બેરસ્ટો અને મોઈન અલી પાસેથી વધુ રનની અપેક્ષા છે. મોઈનની ઓફ-સ્પ્નિ ભારતના ડાબોડી બેટ્સમેનો સામે ઉપયોગી થઈ શકે છે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિંઘરાજ
ઈંગ્લેન્ડની ટીમ
જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, હેરી બ્રુક, સેમ કુરાન, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, રીસ ટોપલી અને માર્ક વુડ
મેચ ધોવાય તો પણ ફાઇનલમાં પ્રવેશ નિશ્ર્ચિત
ભારતીય ટીમ માટે સૌથી સારી બાબત એ છે કે તેણે સુપર-8ના તેના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી સેમીફાઈનલ માટે આઈસીસીએ કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. જ્યારે પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. જો બીજી સેમીફાઈનલમાં વરસાદ પડે તો તે મેચ માટે રિઝર્વ ડેને બદલે 4 કલાક 10 મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી મેચ તે જ દિવસે સમાપ્ત થઈ શકે. ભારતીય ટીમે સુપર-8ના તેના ગ્રુપ-1માં ટોચ પર રહીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં જો મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયાનો પોઈન્ટના આધારે ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ જશે. જ્યારે ગ્રુપ-2માં બીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડની ટીમ બહાર થઈ જશે.
દ.આફ્રિકાએ પ્રથમ વખત ફાઇનલમાં મેળવ્યું સ્થાન
એઇડન માર્કરામની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમે જ્યારે ટી-20 વર્લ્ડ કપ 2024ની સેમિ-ફાઇનલ-1માં અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપ્ની ફાઇનલમાં પહોંચ્યું છે. ટીમ 1992 થી ઓડીઆઈ અને 2007 થી ટી-20 વર્લ્ડ કપ રમી રહી છે, પરંતુ દરેક વખતે તે સેમિફાઇનલમાં હરી જતી હતી, પરંતુ હવે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યા બાદ તે જીત નજીક પહોંચી ગયું છે. 29 જૂને ટી-20 વર્લ્ડ કપ 2024ની ટાઈટલ મેચમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ભારત અથવા ઈંગ્લેન્ડ જે સેમિ-ફાઈનલ-2 જીતશે તેની વચ્ચે થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech