અમેરિકાની એક જિલ્લા કોર્ટે શુક્રવારે ૨૦ વર્ષીય ભારતીય અમેરિકન સાઈ વર્ષીથ કંડુલાને ૮ વર્ષની જેલની સજા ફટકારી છે. ૨૨ મે, ૨૦૨૩ ના રોજ વ્હાઇટ હાઉસના કેટલાક બેરિકેડસમાં ભાડાના ટ્રકને અથડાવી દેવા બદલ તેને આ સજા આપવામાં આવી છે. સાઈ વર્ષીથ મૂળ હૈદરાબાદના ચંદનનગરના રહેવાસી છે. વર્ષીથને ગયા વર્ષે ઇરાદાપૂર્વક યુએસની સંપત્તિને નુકસાન પહોંચાડવા અને લૂંટવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હાઇસ્કૂલ પાસ કર્યા પછી વર્ષીથ બાંધકામના કોર્ષ માટે અમેરિકા ગયો હતો અને ત્યાં જ સ્થાયી બની ગયો હતો.
વ્હાઇટ હાઉસમાં પ્રવેશ મેળવવાના તેના કથિત પ્રયાસથી તે હેડલાઇન્સમાં રહ્યો હતો અને તેના પર બાઇડેનની હત્યા કરવાનું કાવતં રચ્યાનો આરોપ પણ છે.જેલની સજા ઉપરાંત, કોર્ટે કંડુલાને ત્રણ વર્ષ દેખરેખ હેઠળ મુકિત આપવાનો આદેશ આપ્યો. કંડુલાનો નજીકનો પરિવાર સેન્ટ લુઇસ, મિઝોરીમાં રહે છે અને ગ્રીન કાર્ડ ધરાવે છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, તેણે તપાસકર્તાઓ સમક્ષ કબૂલાત કરી હતી કે તે યુએસ રાષ્ટ્ર્રપતિની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. હત્પમલાના દિવસે, કંડુલા સેન્ટ લુઇસથી વોશિંગ્ટનના ડલ્લાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એક તરફી ટિકિટ પર ઉડાન ભરી હતી.સ્થાનિક સમય મુજબ સાંજે ૫.૨૦ વાગ્યે ડલ્લાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કર્યાના એક કલાક અને ૧૦ મિનિટ પછી, તેણે એક ટ્રક ભાડે લીધી. તે અહીંથી નીકળ્યો, રસ્તામાં ખોરાક અને ગેસ માટે રોકાયો, પછી વોશિંગ્ટન ડીસી ગયો. અહીં તે રાત્રે ૯.૩૫ વાગ્યે વ્હાઇટ હાઉસ અને પ્રેસિડેન્ટ પાર્કને સુરક્ષિત રાખતા બેરિકેડ સાથે અથડાવ્યો હતો.બેરિયર સાથે અથડાયા પછી, ટ્રક પાછળની તરફ વળી, પછી આગળ ધસી ગઈ, અને બીજી વાર મેટલ બેરિયર સાથે અથડાઈ. બીજા ઝટકાએ ટ્રક થંભી ગઈ. ટ્રકમાંથી થોડું પ્રવાહી લીક થવા લાગ્યું અને જેના કારણે એન્જિનના ડબ્બામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને ઘડીભર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech