ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરવા જઈ રહી છે. તે બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં બેસીને અવકાશમાં જશે. જે આજે રાત્રે 10 વાગ્યે ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી ઉપડશે. આ પહેલા 7 મેના રોજ તે અવકાશમાં જવા માટે નીકળવાના હતા પરંતુ અવકાશયાનના ઓક્સિજન વાલ્વમાં ટેકનિકલ ખામીને કારણે આ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી.
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ કહ્યું હતું કે જો બધુ બરાબર રહેશે, તો સ્ટારલાઈનર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડોક કરશે, ત્યારબાદ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર તેમના સાથીદારો સાથે સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ અને તેની સબ-સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે લગભગ એક સપ્તાહ સુધી સ્ટેશન પર રહેશે.
સુનિતા વિલિયમ્સના રેકોર્ડ
સુનિતા વિલિયમ્સે અવકાશમાં 322 દિવસ વિતાવ્યા છે અને સૌથી વધુ કલાકો સુધી સ્પેસવોક કરનાર મહિલા વૈજ્ઞાનિક હોવાનો રેકોર્ડ ધરાવે છે. તે પહેલીવાર 9 ડિસેમ્બર, 2006ના રોજ અવકાશમાં ગયા હતા અને 22 જૂન, 2007 સુધી અવકાશમાં રહ્યા હતા. સુનીતા વિલિયમ્સે રેકોર્ડ 29 કલાક અને 17 મિનિટ સુધી ચાર વખત સ્પેસવોક કર્યું હતું. તે પછી સુનિતા વિલિયમ્સ 14 જુલાઈ 2012ના રોજ બીજી વખત અવકાશ યાત્રા પર ગયા અને 18 નવેમ્બર 2012 સુધી અવકાશમાં રહ્યા. 59 વર્ષીય સુનિતા વિલિયમ્સે કહ્યું કે તે ઉડાન પહેલા થોડી નર્વસ હતી, પરંતુ તે નવા અવકાશયાનમાં ઉડાન ભરવાને લઈને ઉત્સાહિત પણ હતી. વિલિયમ્સે કહ્યું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તેમના માટે બીજા ઘર જેવું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech