ભારતીય શુક્ર મિશન ભવિષ્ય માટે પાયો નાખશે

  • April 11, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું શુક્ર મિશન વૈશ્વિક સ્તરે શુક્ર વિજ્ઞાનને પ્રભાવિત કરશે અને ભવિષ્યના મિશનને નવી દિશા આપશે. ઈસરોનું લક્ષ્ય શુક્રના આવા રહસ્યોને ઉજાગર કરવાનું છે, જે હજુ પણ રહસ્યો છે. જો કે આ મિશનને લોન્ચ કરવા માટેની પ્રથમ વિન્ડો મે 2026માં ઉપલબ્ધ થશે પરંતુ લોન્ચ માર્ચ 2028 સુધી થઈ શકે છે.

તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ(આઈઆઈએમ) કોઝિકોડ ઈસરોના અધ્યક્ષ વીએન નારાયણે દિક્ષાંત સમારોહમાં શુક્ર મિશનની તૈયારીઓ પર પ્રકાશ પડ્યો હતો. તેમણે જણાવ્યું કે વિનસ ઓર્બિટર મિશન (વીઓએમ)ને અત્યાધુનિક એલવીએમ-3 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

ઇંધણ વિનાના આ ઉપગ્રહનું વજન (ડ્રાય માસ) 1350 કિલો હશે. આમાં પેલોડનું વજન લગભગ 240 કિલો હશે. અંદાજે 2370 કિલો પ્રોપેલન્ટ (ઈંધણ)ની જરૂર પડશે. એકંદરે આ ઉપગ્રહ લગભગ 3800 કિલોનો હશે. એલવીએમ-3 રોકેટ ઉપગ્રહને પૃથ્વીની 170 બાય 35975 કિમી જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ)માં મૂકશે. ત્યાંથી તેને શુક્રની ભ્રમણકક્ષામાં લઈ જવામાં આવશે અને અંતે તેને 500 બાય 6 હજાર કિમીની અંડાકાર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. એરો બ્રેકિંગનો ઉપયોગ કરીને ઉપગ્રહને શુક્રની 200 બાય 600 કિમીની ધ્રુવીય ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે જ્યાંથી ઘણા પ્રયોગો હાથ ધરવામાં આવશે.

ઈસરોએ કહ્યું છે કે 1960 અને 1970ના દાયકામાં નાસા અને સોવિયત સંઘ દ્વારા મોકલવામાં આવેલા પ્રારંભિક મિશનમાં શુક્રની સપાટીનું તાપમાન અને ગાઢ વાતાવરણ જોવા મળ્યું હતું. આ મિશન ગ્રહની વાતાવરણીય રચના, સપાટીની વિશેષતાઓ અને ચુંબકીય વાતાવરણ વિશે પ્રારંભિક માહિતી પ્રદાન કરે છે. આ પછી 1970 અને 1980ના દાયકામાં પાયોનિયર વિનસ અને વેગાએ તેની રચના, પરિભ્રમણ અને સૂર્ય સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ સહિત શુક્રના વાતાવરણ વિશેની સમજને વિસ્તૃત કરી. આ મિશનોએ ગ્રહની સપાટી અને તેના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ પરનો ડેટા પણ એકત્રિત કર્યો. વિનસ એક્સપ્રેસ અને અકાત્સુકી જેવા તાજેતરના મિશનોએ ગ્રહની વાતાવરણીય ગતિશીલતા, આબોહવા ઉત્ક્રાંતિ અને સપાટીના લક્ષણોનો અભ્યાસ કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application