રેડક્રોસ દિવસ અને થેલેસેમિયા ડેની ઉજવણી મોકુફ રખાઇ
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખામાં રેડક્રોસ રથનું આગમન થતા તેનું સ્વાગત કરાયુ હતું, તે પછી રેડક્રોસ રથ દ્વારા નગરભ્રમણ કરીને લોકોને માર્ગદર્શન અપાયુ હતું અને રેડક્રોસ દિવસના કેટલાક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા હતા, યુઘ્ધ જેવી પરિસ્થિતિને ઘ્યાનમાં લઇને આ નિર્ણય લેવાયો હતો.
વિશ્વ શાંતિ અને માનવતાવાદી સેવાના ઉદેશથી શ થયેલી રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક હેનરી ડયુનાન્ટના જન્મદિવસ તા. ૮ મેના વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે ઉજવાય છે. તે જ દિવસે વિશ્વ થેલેસેમીયા દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. જેની ઉજવણીના ભાગપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડ ક્રોસ પ્રવૃત્તિઓને ઉજાગર કરતો રેડક્રોસ રથ જામનગર પહોચ્યો ત્યારે ઈન્ડિયન રેડક્રોસ જામનગર શાખાના ચેરમેન ડો અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્સન દિપાબેન સોની, ખજાનચી કીરીટભાઈ શાહ, સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબાર તથા રેડક્રોસના સભ્યો દ્વારા કુમકુમ તિલક અને અક્ષત અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રથનું સ્વાગત કુંવારીકા મુસ્કાન, તુલસી, ધિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અને રથ લઈને આવેલ પ્રકાશભાઈ પરમાર, જીગરભાઈ ચૌહાણ, ભાવિનભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીના ભાગપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય દ્વારા ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા તા.૦૧ લી મે થી ૦૮ મે સુધી રેડ ક્રોસ પ્રવૃત્તિઓને ઉજાગર કરતો રેડક્રોસ રથ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ફર્યો હતો, અને દરેક શહેરમાં ફરીને રેડક્રોસની માનવતાવાદી સેવાઓ વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવી હતી. સાથેસાથે લોકોને સ્વાસ્થ્ય સંબંધી માહિતી આપી હતી. આ તકે રેડક્રોસ જામનગર શાખાની કમિટીના સભ્યો કેશુભાઈ ધેટીયા, એ.કે. અમૃતિયાભાઈ, રાજુભાઇ ભાનુશાળી, જોગિનભાઈ જોષી, ભાર્ગવ ઠાકર, નિકુલદાન ગઢવી, રેખાબેન જોષી ઉપરાંત વિપુલ મહેતા, વિઠ્ઠલભાઈ ધોળકિઆ, દેવેન્દ્રભાઈ, બિરેનભાઈ સુમડ, સુરેશભાઈ ભીંડી, અવનીબેન ત્રિવેદી, નૃપાબેન મકવાણા, અલકાબેન મહેતા, હિનાબેન જોષી, ઉષાબેન ગાંધી, કાજલબેન ગનીયાણી, દર્શાબેન જોષી, હિનાબેન શાહ, જયશ્રીબેન જોષી, ભૂમિબેન મહેતા, હિનાબેન શાહ, બીનાબેન, પુષપાબેન આહિર, મનીષાબેન ચૌહાણ, વગેરે ઉપસ્થિત રહૃાા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દર્શાબેન જોષીએ કર્યું હતું.