બ્રાઝિલના મિનાસ ગેરેસમાં ચાલી રહેલા પશુ મેળામાં રેકોર્ડ બન્યો છે. આ મેળામાં ભારતીય બ્રીડની ગાય . ૪૦ કરોડમાં વેચાઈ છે. નેલ્લોર બ્રીડની વિઆટીના–૧૯ નામની ગાય માટે આ બોલી લગાવવામાં આવી હતી.
ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં મળનારી નેલ્લોર બ્રીડની ગાય ચર્ચામાં આવી છે. વિઆટીના–૧૯ નામની ગાયનું વજન ૧,૧૦૧ કિલોગ્રામ છે. જે સામાન્ય ગાય કરતા બમણું છે. અસાધારણ જનીનો અને શારિરીક સુંદરતાના આધારે તે જાણીતી છે. આ પહેલા તેણે મિસ સાઉથ અમેરિકાનું ટાઈટલ પણ જીત્યું હતું.
શ્રે લક્ષણો સાથેની દુર્લભ નેલ્લોર જાતિને ભારતમાં ઓન્ગોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્રીડની ગાયો કોઈપણ પ્રકારના હવામાનનો સામનો કરી શકે છે. કોઈપણ પરિસ્થિતિમાં તેની દૂધ આપવાની ક્ષમતાને અસર પડતી નથી. વિયાટીના–૧૯નું વેચાણ નેલ્લોર બ્રીડની વધતી માંગને દર્શાવે છે. તેમની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધુ હોય છે. આ બ્રીડની ગાયને બ્રાઝિલમાં ૧૮૦૦ની સાલથી પાળવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech