ખાલિસ્તાની આતંકવાદી પન્નુ અમેરિકામાં છુપાયેલો છે. ત્યાંથી જ તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહ્યો છે. તે પોતાનો વીડિયો જાહેર કરીને ભારતને ધમકી આપી રહ્યો છે અને ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત પ્રયાસને લઈને ભારતમાં તપાસ ચાલી રહી છે. ભારત પર તેના એજન્ટ દ્વારા પન્નુની હત્યા કરાવવાનો આરોપ છે ત્યારે અમેરિકાએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે તે ચાલુ તપાસ અંગે ભારત પાસેથી જવાબદારીની અપેક્ષા રાખે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે વોશિંગ્ટન ઉચ્ચ સ્તરે ભારત સરકાર સાથે સીધી રીતે તેની ચિંતાઓ રજૂ કરવાનું ચાલુ રાખશે. વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું, અમેરિકી ભૂમિ પર એક અમેરિકન નાગરિકની હત્યાના નિષ્ફળ પ્રયાસમાં તેની કથિત ભૂમિકા માટે અમે ભારત સરકારના કર્મચારી ઓ પાસેથી જવાબદારીની અપેક્ષા રાખીએ છીએ. અમે ઉચ્ચ સ્તરે ભારત સરકાર સાથે અમારી ચિંતાઓ શેર કરી છે.
પન્નુની હત્યા કેસમાં ભારતીય નાગરિકની ધરપકડ
ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે. ભારત સરકારે પન્નુને આતંકવાદી જાહેર કયર્િ છે. અગાઉ જૂનમાં નિખુલ ગુપ્તાને ટ્રાયલ સ્ટેન્ડ કરવા માટે ચેક રિપબ્લિકથી યુએસ પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન તેણે ’પોતે દોષિત નથી’ એવી દલીલ કરી હતી. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો છે કે નિખિલ ગુપ્તા ભારત સરકારનો સાથી છે અને તેણે અને અન્ય લોકોએ ન્યૂયોર્ક સિટીમાં પન્નુની હત્યાનું કાવતરું ઘડવામાં મદદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech