ભારત એક ખેતીપ્રધાન દેશ છે રાષ્ટ્ર્રીય આવકમાં ખેતીનો હિસ્સો મહત્વપૂર્ણ યોગદાન આપે છે પરંતુ હાલના આધુનિકરણ અને ટેકનોલોજીના યુગની પાછળ આંધળી દોટને કારણે ભારતના ગામડાઓ વિખાય રહ્યા છે. બારેમાસ લહેરાતા ખેતરોમાં આજે ગગનચૂંબી ઈમારતો બની રહી છે ત્યારે મૂળભૂત ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ ગણાતા ભારતના ગામડાઓને બચાવવા માટે રાજકોટ જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ સુવાગિયાએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં તેઓએ ગામહેાઓ ભાંગવાના અને કિસાનોની જમીન વેચવાના કારણો તથા ઉપાયો દર્શાવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલા આ પત્રમાં જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઇ સુવાગીયાએ જણાવ્યું છે કે, કિસાનપુત્ર તરીકેનો કૃષિ, ગોપાલન, ગ્રામ સંસ્કૃતિના ૫૦ વર્ષના અનુભવો, ૨૮ વર્ષમાં હજારો ગામોમાં ગાય–કૃષિ–પર્યાવરણ–આદિવાસી સેવાના અનુભવોથી ખેડૂતોની જમીન વેચાવાના અને ગામડાં ભાંગવાના કારણો ઘણા છે.
સ્વતંત્રતા પછી કૃષિ–દેશી ગોવંશ–પ્રકૃતિ વૈભવ–ગામડાંને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્ર્રવિકાસ યોજના બનાવવાના બદલે શહેરને કેન્દ્રમાં રાખીને બનેલી વિકાસ યોજનાઓ. મેકોલે શિક્ષણ પદ્ધતિમાં જાત પરિશ્રમ, કૃષિ, ગાવ, પ્રકૃતિ વિજ્ઞાન, ગ્રામ સંસ્કૃતિના મૂલ્યોનો સંપૂર્ણ અભાવ. ઉધોગ–વ્યાપાર–સરકારી નોકરીની આવક વૃદ્ધિ સામે કિસાનો–ગોપાલકો–ગ્રામ કારીગરોનો અલ્પથી શૂન્ય વિકાસ. કૃષિમાં બારમાસી પાણી, વીજળી, રસ્તા, માલસંગ્રહ, અલ્પ વ્યાજે ધીરાણ, પોષણક્ષમ મૂલ્યોનો અભાવ. કૃષિમાં જંગલી અને રખડતા પ્રાણીઓનો કાયમી ત્રાસ. શહેરોની તુલનાએ ગામડાંમાં શિક્ષણ–આરોગ્ય–વીજળી–રસ્તા–સુરક્ષા જેવી જાહેર સુવિધાની કંગાળ સ્થિતિ. ઈ.સ. ૧૯૯૦ સુધી ગામડાંમાં ગુંડાગીરી, અસામાજિક તત્વોનો ત્રાસ. કૃષિ–ગૌપાલન–કારીગરી ક્ષેત્રે રાત–દિવસ કાળી મજૂરી પછી ગુજરાન ચલાવવું મુશ્કેલ. યારે સરકારી નોકરી–વેપાર–ઉધોગમાં ભ્રષ્ટ્ર્રાચાર–ભેળસેળ–કરચોરી અને અસત્ય માર્ગે રાતો–રાત ધન પ્રાિ.
નવી પેઢીની કૃષિ–ગોપાલન, ગ્રામ નિવાસ, વિમુખતા અને ગામડાંમાં દિકરી પરણાવવી નથી, એવી આત્મઘાતિ દોટ કિસાનો–ગોપાલકો –ગ્રામજનો અને ભારતને સંપૂર્ણ વિનાશ તરફ લઈ જશે. હિન્દુપ્રજામાં ઘટતા જન્મદરનું મૂળકારણ શહેરીકરણ અને મોંઘુ ખાનગી શિક્ષણ છે.જ ળ, જાતવાન ગોવંશ–પ્રાણીઓ અને બારમાસી રોજગાર અને શ્રે ત્તમ શિક્ષણ–જાહેર સુવિધાયુકત દિવ્યગ્રામના બદલે હાઈટેક સીટી–સ્માર્ટ સીટીની વિનાશકારી યોજનાઓ. શહેરમાં જવા કે નવા ઉધોગ માટે જમીન વેચનારા ૯૫ ટકા ખેડૂતો બરબાદ થયા છે. તેની જમીન, ઉધોગપતિઓ–વેપારીઓ, ભ્રષ્ટ્ર અધિકારીઓ–રાજનેતાઓ અને ધર્મસ્થાનો જ ખરીદી લે છે. જે ભારતને સંપૂર્ણ વિનાશ તરફ લઈ જશે. શહેરીકરણની આંધળી દોટથી ભારતની સ્થાવર સંપત્તિ, અને જમીન–ગાયો–વેપાર–ઉધોગોના માલિક ૫–૧૦ ટકા લોકો જ હશે. તેઓના ઈશારે જ શાસન ચાલશે, ભારત મુઠ્ઠીભર ર દેશી ધનપતિઓનું ગુલામ હશે.
આ બધા કારણોને લીધે ગામડાઓ ભાંગતા જાય છે. એમને ફરીથી હર્યાભર્યા અને જીવતં કરવા માટે તેઓએ ઘણા ઉપાયો જણાવ્યા છે જેમ કે, બારમાસી જળ, જાતવાન ગોવંશ, રાજગાર અને ગ્રામ ઉધોગ સંપન્નની દિવ્યગ્રામ યોજનાથી જ રાષ્ટ્ર્રનો ચિરંજિવ–સંતુલિત વિકાસ થશે અને સંસ્કૃતિ અનંતકાળ ગતિશિલ રહેશે. રાષ્ટ્ર્રની સ્થાવર સંપતિ અને સ્વાવલંબી ઉધોગ–રોજગારના માલિક બહત્પમતિ લોકો હોય, એ જ સંતૂલિત વિકાસ અને આદર્શ રાય વ્યવસ્થા છે. કૃષિ જમીન અને ગાયનું મૂલ્ય સોના સમાન થાય, તેમાં જ કિસાનો–ગોપાલકો–રાષ્ટ્ર્રનું ભવિષ્ય સુરક્ષિત છે. ગ્રામજનોને જમીન, ગાયો છોડવા અને ગામડું છોડવા મજબૂર બનવું જ ન પડે, એવો ગામડાંનો વિકાસ કરીએ. ખેડૂત જમીન કે ગાયો વેચે, તો તેને ખેડૂતો–ગોપાલકો અને ગ્રામજનો જ ખરીદે લે એટલા તેઓને સક્ષમ બનાવવા જોઇએ.
ગ્રામજીવન–ગ્રામ સંસ્કૃતિને રાષ્ટ્ર્રીય અને વૈશ્વિક ગૌરવ અપાવવામાં આવે. ઉપરાંત સરકાર, શિક્ષણક્ષેત્ર, સેવાક્ષેત્ર અને ધર્મક્ષેત્રએ આ સમસ્યાના નિવારણથી જ રાષ્ટ્ર્રનો સંતુલિત–ચિરંજીવ વિકાસ થશે અને સંસ્કૃતિની સુરક્ષા થશે. જળરક્ષા–ગાય–કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે જળરક્ષા કાર્ય પદ્ધતિના અમલથી સરકારી યોજનાઓ કામધેનુ બની જશે. આ બાતે સંપૂર્ણપણે સરકારને સાથ આપવા હામી ભરી છે.
પ્રશ્નોને મૂળમાંથી ઉખેડી નાંખો અને સરકારી કામો ૧૦૦થી વધુ વર્ષ ટકાઉ અને શ્રે ત્તમ પરિણામ દાતા હોય તથા કૃષિ–ગાય અને ગામડું રાષ્ટ્ર્ર વિકાસનું કેન્દ્ર હોય એ લક્ષને પ્રશાસનનો રાજમત્રં બનાવવામાં આવે, તો આગામી ૨૫ વર્ષમાં ભારત દીર્ઘકાળ માટે વિશ્વની સર્વેાપરિ મહાસતા બની જશે. તેવી આશા આ પત્રના અંતમાં તેઓએ વ્યકત કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech