ભારત આગામી છ વર્ષમાં દર ૧૮ મહિનામાં તેના જીડીપીમાં ૧ ટિ્રલિયન ડોલર ઉમેરવાના માર્ગ પર અગ્રેસર છે. આ ગતિથી ભારત ૨૦૩૨ સુધીમાં ૧૦ ટિ્રલિયન ડોલર સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પોતાને સ્થાપિત કરશે. આઈડીબીઆઈ કેપિટલના રિપોર્ટમાં આનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
આઈડીબીઆઈ કેપિટલ રિપોર્ટ દર્શાવે છે કે, ભારતની ઝડપી વૃદ્ધિ મુખ્યત્વે મેન્યુફેકચરિંગ સેકટર દ્રારા ચલાવવામાં આવશે, જે ઇન્ક્રીમેન્ટલ ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) માં ૩૨% ફાળો આપવાનો અંદાજ છે. મેક ઇન ઇન્ડિયા જેવી મોટી પહેલો દેશની ઉત્પાદન ક્ષમતાઓને વધારવામાં અને ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.
તેમાં ભારતના આર્થિક વિસ્તરણની ઝડપી ગતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશને ૨૦૧૭ સુધીમાં ૨ ટિ્રલિયન ડોલર અને ૨૦૨૦ સુધીમાં ૩ ટિ્રલિયન ડોલર હાંસલ કરવામાં ૧૯૪૭ થી ૨૦૧૦ સુધી ૬૩ વર્ષ લાગ્યા હતા, જે છેલ્લા દાયકામાં વૃદ્ધિમાં તીવ્ર ઉછાળો દર્શાવે છે. જો કે કોવિડ–૧૯ રોગચાળાને કારણે ૨૦૨૪ના અતં સુધી ૪ ટિ્રલિયન ડોલર જીડીપી સુધી પહોંચવાની સમયરેખા આગળ ધકેલાઈ ગઈ છે, પરંતુ ભારત હવે આવનારા વર્ષેામાં ઝડપી વૃદ્ધિ માટે તૈયાર છે.
૨૦૨૪ અને ૨૦૩૨ની વચ્ચે, ઉત્પાદનમાં મજબૂત માંગ, મજબૂત નિકાસ સંભવિત અને પ્રોડકશન–લિંકડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાઓ જેવી સહાયક સરકારી નીતિઓ દ્રારા સંચાલિત, ભારત ૧૦ ટિ્રલિયન ડોલરના જીડીપી સુધી પહોંચવાનો અંદાજ છે. આ પ્રયાસોને કારણે ભારત અમેરિકા, ચીન, જર્મની, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા ઉત્પાદન ક્ષેત્રના અગ્રણી દેશોને પાછળ છોડી દેશે.
રિપોર્ટમાં ભારતની વધતી જતી નિકાસ સંભાવનાને પ્રકાશિત કરવામાં આવી છે, એવો અંદાજ છે કે, નિકાસ ૨૦૩૦ સુધીમાં જીડીપીમાં ૨૫% હિસ્સો ધરાવે છે, જે ૨ ટિ્રલિયન અમેરિકી ડોલર સુધી પહોંચશે. આ ૨૦૦૦માં ૬૧ બિલિયન અમેરિકી ડોલરથી ૨૦૨૪ સુધીમાં ૭૭૬.૭ બિલિયન અમેરિકી ડોલરનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે, ભારતના ઉત્પાદન અને નિકાસ વૃદ્ધિ ઘણા મુખ્ય પરિબળો દ્રારા સંચાલિત છે: વધતી ડિસ્પોઝેબલ આવક, સપ્લાય ચેઇનનું વૈશ્વિક પુનર્ગઠન, નોંધપાત્ર નિકાસ સંભવિત અને સહાયક નાણાકીય વાતાવરણને કારણે સ્થાનિક માંગમાં વધારો. આ સાથે જ જાહેર અને ખાનગી મૂડી ખર્ચમાં વધારો અને અનુકૂળ વસ્તી વિષયક ડિવિડન્ડ, ભારત વૈશ્વિક આર્થિક મહાસત્તા તરીકે ઉભરી શકે તેવી સ્થિતિ ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech