આજે ભારત અને જર્મની વચ્ચે હોકિનો સેમીફાઈનલ મેચ ચાલી રહી છે. ત્યારે હરમનપ્રીતની મદદથી સુખજીતે ગોલ કર્યો છે. આ રીતે મેચ 2-2 ગોલથી બરાબર થઈ ગઈ છે. ભારતે આ ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યો હતો.
ત્રીજા ક્વાર્ટરની રમત થઈ પૂરી
ભારત અને જર્મની વચ્ચેની ત્રીજી ક્વાર્ટરની રમત સમાપ્ત થઈ ગઈ છે. હાલમાં બંને ટીમો 2-2 ગોલથી બરાબરી પર છે. વાસ્તવમાં ત્રીજા ક્વાર્ટરમાં ભારતને ઘણી તકો મળી હતી પરંતુ ભારતીય ખેલાડીઓ તેને ગોલમાં બદલી શક્યા નહીં. આ ક્વાર્ટરમાં ભારતે 1 ગોલ કર્યો હતો.
પ્રથમ ક્વાર્ટરમાં ભારત હતુ આગળ
પ્રથમ ક્વાર્ટરની રમત પૂરી થઈ ગઈ હતી. ભારતીય ટીમ 1-0થી આગળ છે. જર્મનીના ડિફેન્ડરોએ પ્રથમ ક્વાર્ટરમાં ઘણી ભૂલો કરી હતી, પરંતુ ભારતીય ખેલાડીઓ ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જો કે હરમનપ્રીત સિંહે ચોક્કસ ગોલ કરીને ટીમ ઈન્ડિયાને લીડ અપાવી હતી.
ભારતીય હોકી ટીમની નજર પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પર ટકેલી છે. આજે ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં જર્મનીનો પડકાર છે. ભારત અને જર્મનીની ટીમો Yves-du-Manoir સ્ટેડિયમમાં સામસામે છે. ભારતીય ટીમ આ મેચ જીતીને ફાઈનલમાં પહોંચવા ઈચ્છશે. આ પહેલા ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. જોકે, જર્મની સામે ભારત તેના મહત્વના ખેલાડી અમિત રોહિદાસ વિના મેદાનમાં ઉતર્યું છે. પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા જર્મનીને ટક્કર આપવા માટે તૈયાર છે.
આંકડા દર્શાવે છે કે જર્મની સામે ભારતનો હાથ ઉપર રહ્યો છે. અત્યાર સુધી ભારત અને જર્મની 18 વખત સામસામે આવી ચૂક્યા છે. ભારતીય ટીમે 8 વખત જર્મનીને હરાવ્યું છે. જ્યારે જર્મનીએ ભારતને 4 વખત હરાવ્યું છે. આ સિવાય બંને ટીમો વચ્ચે 4 મેચ ડ્રો રહી છે. ભારતે જર્મની સામે 41 ગોલ કર્યા છે જ્યારે જર્મનીએ ભારત સામે 37 ગોલ કર્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો આપણે ભારત અને જર્મની વચ્ચેની છેલ્લી 6 મેચો પર નજર કરીએ તો, ભારતીય ટીમે 5 જીત નોંધાવી છે, જ્યારે તેને માત્ર 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, KKRને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરીને 16 રનથી જીત્યું
April 15, 2025 11:02 PMIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMઅમેરિકી ટેરિફના વિરોધમાં ચીનનો મોટો નિર્ણય, બોઇંગ જેટની ડિલિવરી કરી રદ્દ
April 15, 2025 07:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech