ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટરના અધ્યક્ષ પવન કુમાર ગોયન્કાએ આજે જણાવ્યું કે સર્વેલન્સ ક્ષમતાઓને વધારવા માટે ભારત આગામી પાંચ વર્ષમાં 52 ઉપગ્રહોના સમૂહને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે. તેમણે કહ્યું કે આ પગલામાં ખાનગી ક્ષેત્રની મજબૂત ભાગીદારી જોવા મળશે. ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન સમિટ 2025 ના પ્રસંગે ગોએન્કાએ કહ્યું કે આપણી પાસે પહેલાથી જ ખૂબ જ મજબૂત ક્ષમતાઓ છે. ફક્ત તેને સતત વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી આ મુખ્યત્વે ઇસરો દ્વારા કરવામાં આવતું હતું.
હવે આપણે આગળ વધતાં ખાનગી ક્ષેત્રને પણ સામેલ કરીશું. આ ઉપગ્રહો ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાને દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખવામાં, સરહદોનું નિરીક્ષણ કરવામાં અને લશ્કરી કામગીરી દરમિયાન વાસ્તવિક સમયના સંકલનને સુધારવામાં મદદ કરશે. ગોયન્કાએ જણાવ્યું હતું કે 52 ઉપગ્રહોમાંથી અડધા ખાનગી ક્ષેત્ર બનાવશે, જ્યારે બાકીના ઇસરો દ્વારા બનાવવામાં આવશે. જોકે, ગોએન્કાએ સ્પષ્ટતા કરી હતી કે દેખરેખ ક્ષમતાઓને વધુ વધારવાના નિર્ણયો કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સંરક્ષણ દળોએ લેવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech