ખાલિસ્તાની સમર્થક આતંકી પન્નુની હત્યાના કાવતરા માં રોના અધિકારીની સંડોવણી હોવાના એક અમેરિકી અખબારના અહેવાલ બાદ અમેરિકા એ ભારત પર શિક્ન્જો કસ્યો છે અને કહ્યું કે ભારત પાસેથી જવાબદારીની અપેક્ષા છે.વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. આ રિપોર્ટમાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ કથિત રો ઓફિસરનું નામ સામે આવ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે હવે આ રિપોર્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.અમેરિકન અખબારના સમાચારમાં ભારત પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં રોના અધિકારીઓના નામ લખવામાં આવ્યા છે જેઓ ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાના કાવતરામાં સામેલ હતા. હવે અમેરિકી વિદેશ મંત્રાલયે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે પન્નુની હત્યાના કાવતરા સાથે સંબંધિત આરોપોની તપાસ માટે અમેરિકા નિયમિતપણે ભારત સાથે કામ કરી રહ્યું છે. તેમણે ભારત પાસેથી જવાબદેહીની માંગ પરના તેમના વલણને પુનરોચ્ચાર કર્યો.પટેલે કહ્યું હતું કે વાતચીત ચાલી રહી છે અને યુએસ ભારતીય અધિકારીઓ પાસેથી જવાબદારીની અપેક્ષા રાખે છે. વ્હાઇટ હાઉસની બ્રીફિંગને સંબોધતા પટેલે કહ્યું, ’અમે ભારતીય તપાસ સમિતિના પરિણામોના આધારે ભારત સરકાર પાસેથી જવાબદારીની અપેક્ષા રાખીએ છીએ અને અમે નિયમિતપણે તેમની સાથે કામ કરી રહ્યા છીએ અને વધારાના અપડેટ્સ માટે ફોલોઅપ કરી રહ્યા છીએ.’ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ’અમે વરિષ્ઠ સ્તરે ભારત સરકાર સાથે સીધી રીતે અમારી ચિંતાઓ રજૂ કરવાનું ચાલુ રાખીશું.’ ભારત પહેલા જ આ અહેવાલને નકારી ચૂક્યું છે.
ભારતે શું કહ્યું?
આ અહેવાલ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેને અયોગ્ય અને પાયાવિહોણા ગણાવ્યો હતો. એમ પણ કહ્યું કે આ અહેવાલ અનુમાનિત અને બેજવાબદારીભર્યો હતો. તેમણે કહ્યું, ’ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિ યુએસ સરકાર દ્વારા શેર કરાયેલી સુરક્ષા ચિંતાઓની તપાસ કરી રહી છે. આ અહેવાલમાં ગંભીર બાબત અંગે અયોગ્ય અને પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. અટકળો અને બેજવાબદાર ટિપ્પણીઓ માટે દેશ તેમને મદદ કરશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech