ટ્રમ્પના નિવેદન પર સીધો જવાબ માંગવામાં આવ્યો ત્યારે, અધિકારીએ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. જોકે, તેમણે ઉમેર્યું કે મેક ઇન ઇન્ડિયા હેઠળ, ભારત એક વિશ્વસનીય ઉત્પાદન ભાગીદાર બન્યું છે અને એપલ જેવી કંપનીઓ વૈશ્વિક સ્પર્ધાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કતારની રાજધાની દોહામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ટિમ (એપલના સીઈઓ) મારા મિત્ર છે પણ હવે હું સાંભળી રહ્યો છું કે તેઓ ભારતમાં આઈફોન બનાવી રહ્યા છે. જો તમને ભારતની ચિંતા હોય તો હું નથી ઈચ્છતો કે તમે ભારતમાં આઈફોન બનાવો. ટ્રમ્પે તેમની વાતચીત પછી દાવો કર્યો હતો કે એપલ અમેરિકામાં ઉત્પાદન વધારશે, પરંતુ તેમણે કોઈ વિગતો આપી ન હતી.
એપલ ૨૦૨૪-૨૫માં ભારતમાં ૨૨ બિલિયન ડોલરના આઇફોન એસેમ્બલ કરે તેવી અપેક્ષા છે, જે ગયા વર્ષ કરતા ૬૦ ટકા વધુ છે. આમાંથી મોટાભાગના આઇફોન અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યા હતા. માર્ચ 2025 માં 3 મિલિયનથી વધુ આઇફોન યુએસ મોકલવામાં આવ્યા. ફોક્સકોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં આઇફોન અને એરપોડ્સ બનાવી રહ્યા છે. એપલના ભારતીય ઇકોસિસ્ટમમાં બે લાખથી વધુ નોકરીઓનું સર્જન થયું.
૨૦૨૪માં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૧૨૯ અબજ ડોલરનો હતો, જેમાં ભારતનો વેપાર સરપ્લસ ૪૫ અબજ ડોલરનો હતો. આ મુદ્દો ટ્રમ્પ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય રહ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ 16 મેથી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે, જ્યાં વેપાર અને રોકાણ પર ઉચ્ચ સ્તરીય વાટાઘાટો યોજાશે.
ભારતમાં દર વર્ષે લગભગ 40 મિલિયન આઇફોન એસેમ્બલ થાય છે
ભારતમાં મોબાઇલ ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે, ખાસ કરીને એપલ જેવી વૈશ્વિક દિગ્ગજો દ્વારા સંચાલિત. ભારતમાં દર વર્ષે લગભગ 40 મિલિયન આઇફોન એસેમ્બલ થાય છે, જે એપલના વૈશ્વિક ઉત્પાદનના લગભગ 15 ટકા છે. આ કામ મુખ્યત્વે તાઇવાની કંપનીઓ ફોક્સકોન અને પેગાટ્રોન દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં પેગાટ્રોનના ઇન્ડિયા યુનિટને હસ્તગત કરનાર ટાટા ઇલેક્ટ્રોનિક્સ પણ તેની ક્ષમતામાં વધારો કરી રહી છે.
ભારતમાં ઉત્પાદન ચાલુ જ રહેશે: એપલ
અહેવાલ મુજબ, ટ્રમ્પની ટિપ્પણી બાદ ભારત સરકારે એપલના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. એપલે ખાતરી આપી હતી કે ભારતમાં ઉત્પાદન ચાલુ જ રહેશે અને તેમની રોકાણ યોજનાઓ અકબંધ રહેશે અને ભારત તેમની વૈશ્વિક સપ્લાય ચેઇનનો એક મહત્વપૂર્ણ ભાગ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech