ભારતે પોતાની શક્તિનો ઝંડો એવી રીતે ફરકાવ્યો છે કે, આખી દુનિયા તેનાથી પ્રભાવિત થઈ છે. તાજેતરમાં, ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલ એશિયા પાવર ઇન્ડેક્સના રેન્કિંગમાં, ભારતે વિશ્વના ઘણા શક્તિશાળી દેશોને હરાવીને ટોપ થ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. એશિયાના ભૌગોલિક ક્ષેત્રમાં અમેરિકા અને ચીનનું વર્ચસ્વ ચાલુ છે. આ બંને દેશો પછી ભારત હવે ત્રીજી સૌથી મોટી મહાસત્તા તરીકે ઉભરી આવ્યું છે. ભારતે રશિયા અને જાપાન જેવી મહાસત્તાઓને પણ પાછળ છોડી દીધી છે. આ રેન્કિંગમાં ભારતે 39.1ના સ્કોર સાથે તેની વૈશ્વિક સ્થિતિ વધુ મજબૂત કરી છે, જ્યારે જાપાન 38.9ના સ્કોર સાથે ચોથા સ્થાને સરકી ગયું છે. ત્યારે આ રેન્કિંગમાં પાકિસ્તાનની હાલત વધુ ખરાબ દેખાઈ રહી છે.
લોવીના રિપોર્ટમાં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે, એશિયામાં સત્તાનું સંતુલન હજુ પણ અમેરિકા અને ચીનના હાથમાં છે પરંતુ ભારતનો ઉભરતો ખતરો આ પરિસ્થિતિને બદલી શકે છે. જ્યારે ચીનનો આર્થિક અને સૈન્ય વિકાસ ચાલુ છે, ત્યારે તેની શક્તિ અટકી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની શક્તિ ન તો વધી રહી છે અને ન તો ઘટી રહી છે, પરંતુ તે સ્થિર સ્થિતિમાં છે. ત્યારે અમેરિકા હજુ પણ આઠમાંથી છ શક્તિઓના માપદંડોમાં મોખરે છે. આ સાથે જ ભારતની સ્થિતિ સુધરી રહી છે અને તે જાપાન અને રશિયાને પાછળ છોડીને એશિયામાં ત્રીજા સ્થાને આવી ગયું છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતના ઉછાળાનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને વૈશ્વિક વ્યૂહરચનાને આપ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતે 2023માં એશિયા પાવર ઈન્ડેક્સ દેશો સાથે સૌથી વધુ રાજદ્વારી વાતચીતમાં ભાગ લીધો હતો. જે દશર્વિે છે કે, ભારત પોતાની રાજદ્વારી સ્થિતિ મજબૂત કરવા સક્રિય છે.
ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક અનુસાર, ભારતની વધતી શક્તિનો મુખ્ય આધાર તેની વિશાળ વસ્તી અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. રિપોર્ટમાં ભારતની આર્થિક ક્ષમતામાં 4.2 પોઈન્ટનો વધારો થયો છે. આ સાથે ભવિષ્યના સંસાધનોના સંદર્ભમાં ભારતનો સ્કોર 8.2 પોઈન્ટનો વધારો થયો છે. આનો અર્થ એ છે કે, ભારતની યુવા વસ્તી આગામી દાયકાઓમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ પ્રદાન કરી શકે છે, જે તેને આર્થિક અને વ્યૂહાત્મક રીતે વધુ મજબૂત બનાવશે. લોવી ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ એશિયામાં સત્તાના ઉભરતા રૂપરેખાને પ્રકાશિત કરે છે. રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અમેરિકા અને ચીન મુખ્ય શક્તિઓ છે, પરંતુ ભારત એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ ભારતની આર્થિક શક્તિ, સૈન્ય શક્તિ અને રાજદ્વારી વ્યૂહરચનાનો આંતરપ્રક્રિયા આ ક્ષેત્રના ભાવિને ઘડવામાં નિણર્યિક ભૂમિકા ભજવશે. જ્યારે આ રેન્કિંગમાં પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ ડગમગી રહી છે. આ યાદીમાં પાકિસ્તાન 14.4માં નંબરે છે અને પાડોશી દેશ 16મા ક્રમે છે.
આ અહેવાલના પરિણામે વૈશ્વિક ભૂ-રાજનીતિમાં ભારતની સત્તાને નવી દિશામાં લઈ જવાની શક્યતાઓ છે. ભારત તેના સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરશે અને તેની રાજદ્વારી ક્ષમતાઓમાં વધારો કરશે, તે એશિયામાં એક મોટી શક્તિ તરીકે ઉભરી આવશે. આ પરિવર્તન માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર એશિયાઈ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ હશે, કારણ કે, સત્તાના સંતુલનમાં ફેરફાર વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય સ્થિરતા અને સુરક્ષાને અસર કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech