ભારત તબીબી ક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. હવે દેશમાં પ્રથમ વખત દર્દીને લીડ વિનાનું પેસમેકર ફીટ કરવામાં આવ્યું છે. મેકસ હોસ્પિટલ, દિલ્હીના કાર્ડિયોલોજી વિભાગના અધ્યક્ષ ડો. બલબીર સિંહે ૭૪ વર્ષના દર્દીમાં એવીઈઆઈઆર વીઆર લીડલેસ પેસમેકરનું પ્રત્યારોપણ કયુ છે. ભારતમાં આ પ્રકારની ટેકનોલોજીનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઇમ્પ્લાન્ટ એક ગોળી જેવડું અને ટ્રેડીશનલ પેસમેકર કરતાં ૯૦% નાનું છે. તે કોઈપણ સર્જરી વિના કરવામાં આવે છે. છાતીમાં ચીરા પાડવાની કે ત્વચાની નીચે કોઈ મોટું ઉપકરણ રાખવાની જરિયાત પણ દૂર થઈ જાય છે. તેની મદદથી દર્દીના હૃદયના ધબકારા સરળતાથી યોગ્ય રીતે ધબકી શકે છે. એટલું જ નહીં તેની બેટરી લાઈફ ૧૭ વર્ષ છે. ઉપરાંત તે એક એવી ડિઝાઇન છે જેને જર પડે સુરક્ષિત રીતે દૂર કરી શકાય છે. આ ટ્રાન્સપ્લાન્ટે દેશભરના દર્દીઓ માટે આશાનું કિરણ જગાવી દીધું છે.
દર્દી ૭૪ વર્ષના હતા. ટ્રેડીશનલ પેસમેકરના કારણે તેમના લોહીમાં ચેપ લાગ્યો હતો, જેના કારણે તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. યારે તે મેકસ હોસ્પિટલમાં આવી ત્યારે તેને ચેપગ્રસ્ત ઉપકરણ અને તેના લીડસથી ખરાબ રીતે નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં ડોકટર બલબીર સિંહ અને તેમની ટીમે દર્દીનો જીવ બચાવવા તાત્કાલિક એન્ટિબાયોટિકસ શ કરી અને લોહી ચડાવ્યું જેથી તેની સ્થિતિ સ્થિર થઈ શકે. આ પછી ટીમે સારવાર શ કરી. અગાઉના પેસમેકરને કારણે થયેલા નુકસાનને કારણે તેણે એવીઈઆઈઆર વીઆર લીડલેસ પેસમેકર પસદં કયુ.
એવીઈઆઈઆર વીઆર લીડલેસ પેસમેકર હૃદયના દર્દીઓ માટે ગેમ–ચેન્જર સાબિત થઈ શકે છે. ટ્રેડીશનલ પેસમેકરને હૃદય સાથે જોડાયેલ લીડસની જર હોય છે અને તે ઘણીવાર ચેપ, હૃદયના વાલ્વને નુકસાન અને અન્ય સમસ્યાઓનો ભોગ બને છે. ડો. બલબીરના જણાવ્યા અનુસાર, લગભગ ૨૦% ટ્રેડીશનલ પેસમેકર કેસમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ દર્દીના કિસ્સામાં, ચેપ લીડસ દ્રારા ફેલાઈ ગયો હતો, જેના કારણે તેને જોખમ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech