દેશના પ્રથમ સ્વદેશી માનવરહિત (યુએવી) બોમ્બર 'એફડબલ્યુબી ૨૦૦બી' એ સફળ ઉડાન ભરી. એરક્રાટ ડેવલપ કરી રહેલી ખાનગી ક્ષેત્રની કંપની લાઈંગ વેજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ (એફડબલ્યુબીએ)ના સીઈઓ અને સ્થાપક સુહાસ તેજસ્કંદા આ માહિતી આપી.
તેજસ્કંદાએ જણાવ્યું હતું કે આ યુએવીને માનવરહિત કોમ્બેટ એરિયલ વ્હીકલ (યુસીએવી ) તરીકે મધ્યમ ઐંચાઈ અને ૧૫૦૦૦ ફટની લાંબી રેન્જ તરીકે લેવામાં આવ્યું છે. એરક્રાટ સર્વેલન્સ માટે ઓપ્ટિકલ પેલોડ, હવાઈ હત્પમલા અને બોમ્બ ધડાકા માટે મિસાઈલ જેવા હથિયારોથી સ છે. એફડબલ્યુબી ૨૦૦બી ની સફળ ઉડાન એ માત્ર અમારી કંપની માટે એક સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર દેશની જીત છે. એરક્રાટની એરોડાયનેમિક ડિઝાઈન, એરફ્રેમ, પ્રોપલ્શન સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ, ઈલેકટ્રોનિકસ બધું જ કંપની દ્રારા દેશમાં જ બનાવવામાં આવ્યું છે.
યુએવીનું મહત્તમ ટેક–ઓફ વજન ૧૦૨ કિલો છે અને તે ૩૦ કિલો દાગોળો લઈ જઈ શકે છે. ૧૨,૦૦૦ ફીટની ઉંચાઈ પર ક્રુઝ ચલાવતા અને ૧૫,૦૦૦ ફીટની મહત્તમ ટોચમર્યાદા સુધી પહોંચતા, તે ૧૫૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ક્રુઝ ઉડી શકે છે. તેની મહત્તમ ઝડપ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાક છે. તે ૩૦૦ મીટરના રનવે પરથી ટેક ઓફ કરવામાં સક્ષમ છે, જેનાથી તે નાની એરસ્ટ્રીપ્સથી પણ કામ કરી શકે છે. કંપનીએ ૩ મેના રોજ આ યુએવીનું અનાવરણ કયુ હતું. તેજસ્કંદાએ જણાવ્યું હતું કે વાઇબ્રેશનનો મુખ્ય ઉદ્દેશ્ય અન્ય દેશોમાંથી ભારતની મોંઘી ડ્રોનની આયાત ઘટાડવાનો અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે મુખ્ય ટેકનિકલ ઓફિસર પ્રવલ ભટ્ટ, ચીફ ઓપરેટિંગ ઓફિસર ડી.બી.વી. નરસિંહન પણ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech