નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50 ટકાનો વધારો કર્યો છે. આ દવાઓના ફોર્મ્યુલેશનની કિંમતમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટી સાથેની બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.આ દવાઓના મહત્તમ દર એટલા ઓછા હતા કે તેનું ઉત્પાદન અને માર્કેટિંગ કરતી કંપ્નીઓને નુકસાન થઈ રહ્યું હતું આથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
આ દવાઓના મહત્તમ દર એટલા ઓછા હતા કે તેનું ઉત્પાદન અને માર્કેટિંગ કરતી કંપ્નીઓને નુકસાન થઈ રહ્યું હતું. આ કારણે કેટલીક કંપ્નીઓએ તેનું માર્કેટિંગ પણ બંધ કરી દીધું હતું. આ પછી કેટલીક કંપ્નીઓએ નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીને તેમનું માર્કેટિંગ બંધ કરવાની અપીલ પણ કરી હતી. આ ખૂબ જ પાયાની દવાઓ હોવાથી તેના પુરવઠાને ભારે અસર થઈ હતી અને દર્દીઓની સાથે ડોક્ટરોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
આ ઈન્જેકશન પણ મોંઘા બન્યા
-સફડ્રોક્સિલ ટેબ્લેટ્સ 500 મિલિગ્રામ
-એટ્રોપ્નિ ઇન્જેક્શન 06 મિલિગ્રામ/એમએલ
-સ્ટ્રેપ્ટોમાઇસિન પાવડર 750 મિલિગ્રામ અને 1000 મિલિગ્રામ
-ડેસ્ફેરિઓક્સામાઇન 500 મિલિગ્રામ
કઈ દવાઓના ભાવ વધ્યા?
એનપીપીએ દ્વારા જે દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં ગ્લુકોમા, અસ્થમા, ટીબી, થેલેસેમિયા અને માનસિક સ્વાસ્થ્યની સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. જે ફોર્મ્યુલેશનના દરમાં વધારો થયો છે તેમાં બેન્ઝિલ પેનિસિલિન 10 લાખ ઇન્જેક્શન, સાલબુટામોલ ટેબ્લેટ્સ 2 મિલિગ્રામ અને 4 મિલિગ્રામ અને રેસ્પિરેટર સોલ્યુશન 5 મિલિગ્રામ/એમએલનો સમાવેશ થાય છે. આ દવાઓનો ઉપયોગ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ તરીકે થાય છે.
દવાઓનું ફોર્મ્યુલેશન શું હોય છે
જે ફોર્મ્યુલામાંથી દવાઓ બનાવવામાં આવે છે તેને ફોર્મ્યુલેશન કહેવામાં આવે છે. દવાઓનું નિમર્ણિ એ એક પ્રકારની પ્રક્રિયા છે, જેમાં દવાઓના વિવિધ કમ્પોનેન્ટને મિશ્ર કરીને એક ખાસ પ્રકારનું કમ્પોનેન્ટ બનાવવામાં આવે છે, જે શરીરમાં યોગ્ય રીતે કામ કરી શકે તેવી દવાઓની ગુણવત્તા અને અસર વધારવામાં મદદ કરે છે. દવાને ટેબલેટ્સ, કેપ્સ્યુલ્સ, સિરપ અથવા ઇન્જેક્શનના સ્વરૂપમાં બનાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech